8 દેહના મિથ્યા જ્ઞાનનું રૂપ

દેહના મિથ્યા જ્ઞાનનું રૂપ

તેમ દેહનો દ્રષ્ટા જે આત્મા તેને અનાદિ કાળનું જે સ્વસ્વરૂપનું અજ્ઞાન છે, તેથી તથા કામકર્માદિકના સંબંધથી અવિદ્યાકલ્પિત વગેરેના સમુદાયરૂપ બકરાંના ટોળાંમાં આવી તેમાં અજ્ઞાનથી હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્રી છું, હું બ્રાહ્મણાદિ વર્ણ છું અને બ્રહ્મચર્યાદિ આશ્રમી છું, એ રીતે માન્યું છે અને પોતાનું સ્વાભાવિક સ્વરૂપ સાક્ષી, દ્રષ્ટા અને સચ્ચિદાનંદરૂપ છે તે ભૂલી ગયો છે અને ભરવાડ સરખા ભેદવાદી ગુરુ પણ તું સંસારી છે, દેહ છે, કર્તાભોક્તા છે, એવા ખોટા બોધથી અજ્ઞાનને દઢ કરાવે છે. તેથી પણ અજ્ઞાની જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલી જઈ “હું દેહાદિક છું’ એવું મિથ્યા જ્ઞાન દઢ કરી બેઠો છે; પણ તે અજ્ઞાની જીવને પૂર્વના કોઈ અનંત પુણ્યકર્મનો ઉદય થાય તેથી અને તે પુણ્યકર્મનું ફળ દેનાર જગદીશ્વરના અનુગ્રહથી જ્યારે વેદાંતશાસ્રના યથાર્થવેત્તા કોઈ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મળે, ત્યારે તે ગુરુ તેના સારાં લક્ષણ તથા પંચીકરણ ૨૧ મુમુક્ષુતા જોઈને (દષ્ટાંતમાં જેમ પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને પૂછ્યું હતું તેમ) પૂછે.