38 દેહથી આત્મા શી રીતે જુદો છે ?
દેહથી આત્મા શી રીતે જુદો છે ?
શિષ્ય : હું આત્મા દેહથી જુદો કેવી રીતે છું ! તેનો અનુભવ સમજવામાં આવે તેવી રીતે બતાવો. ગુરુ : તું એમ કહે છે કે મારાં પૂર્વજન્મનાં કરેલાં કર્મો આ જન્મમાં હું ભોગવું છું અને હમણાં જે કરીશ તે બીજાં જન્મમાં ભોગવીશ. ત્યારે વિચારી જો કે આ જે તારો સ્થૂળ દેહ છે, તે પૂર્વે ન હતો ને હમણાં માતાના ઉદરમાંથી નવો પેદા થયો છે અને કર્મોનો કરનાર જે તું, તે પૂર્વે આ દેહથી કોઈ જુદો હતો અને આ દેહનો નાશ થયા પછી આ દેહ તો રહેતો નથી ને તું આ દેહમાં કરેલાં કર્મનો ભોક્તા દેહથી જુદો રહે છે એવું સિદ્ધ થાય છે; તેથી આ સ્થૂળ દેહ આત્મા નહિ એવો તને અનુભવ થાય છે કે નહિ ? વળી તું કહે છે કે મારો દેહ છે, મારો હાથ છે, પગ, માથું વગેરે મારાં છે; પણ હું દેહ, હું હાથ, હું પગ, હું માથું વગેરે કહેવાતું નથી. જેમ મારું ઘર, મારી વાડી, મારી ગાડી વગેરે સર્વ વસ્તુ મારી છે એમ કહેવાય છે, પણ હું ઘર, હું વાડી, હું ગાડી એમ કહેવાતું નથી; તેથી મારાં છે એમ
કહેવાવાળો પુરુષ પોતે તે પદાર્થોથી કોઈ જુદો છે; એવા વિચારથી પણ દેહથી જુદો આત્મા છે એમ સિદ્ધ થાય છે. તે ઉપર બીજું એક દષ્ટાંત કહું છું; તેથી વિચારી જો.