138 દેવ એક છે
દેવ એક છે
એ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, પહેલાં મન બહાર ગયું હતું ને હમણાં મન સ્થિર છે એવું જેણે જાણ્યું તે જ મનનો સાક્ષી છે, તેથી મનની ચંચળતાને તથા સ્થિરતાને અને જાગ્રતસ્વપ્નમાં જે જે કાંઈ સંકલ્પ-વિકલ્પપૂર્વક મનનાં વિષયો wi છે તેને તથા સુષુપ્તિઅવસ્થામાં સર્વ મનની વૃત્તિઓનો અભાવ થાય છે તેને જાણવાવાળો (પ્રકાશક) હું છું, માટે મનનો સાક્ષી હું છું એમ અનુભવથી જાણવામાં આવે છે; એવો વિચાર મનમાં નક્કી કરીને શિષ્યે ગુરુની પાસે જઈ કહ્યું : “મનો મે રશ્યતે Tar અથાત્ “મારું મન મને જ દેખાય છે.’ એટલે મનનો સાક્ષી છું એવું શિષ્યનું કહેવું સાંભળીને ગુરુએ કહ્યું : “તણિં રેવસ્ત્વમેવાડસિ 1 અથતિ ત્યારે દેવ તું જ છે’, એટલે પ્રત્યેક ચૈતન્ય સ્વયં પ્રકાશ દેવરૂપ સાક્ષી આત્મા તું છે. એ રીતે “વે eat A તન: સાક્ષી’ એ સ્મૃતિના ત્રણ પાદથી સર્વ પ્રાણીમાં જે મનનો સાક્ષી આત્મા છે તે દેવરૂપ છે એમ નિરૂપણ કર્યું. હવે તે જ સ્મૃતિના ચોથા પાદથી દેવ એક છે ને સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં છે, તે વિષે શ્વેતાશ્વતર ઉપનિષદની શ્રુતિનું પ્રમાણ કહે છે : “ણને વેવ ga ga’ એ alad અભિપ્રાય એ છે કે, બ્રહ્મા આદિથી પિપીલિકા (કીડી) પર્યત સર્વ ભૂતો વિષે દેવ (સ્વયંપ્રકાશ ચૈતન્યરૂપ) એક (અદ્વિતીય) છે. તથાપિ સદ્વિચારરહિત અજ્ઞાની લોકોને અજ્ઞાનજન્ય આવરણથી તથા દેહાભિમાનથી તે દેવ અપરોક્ષરૂપે જાણવામાં આવતો નથી; તેથી તે ગૂઢ (ગુપ્ત) છે એમ કહ્યું છે; અને તે દેવ જાર સર્વમાં વ્યાપક છે તથા સર્વ ભૂતોનો અંતરાત્મા છે ને પુણ્યાપુણ્યરૂપ કર્મોનો ફલપ્રદાતા છે તથા પૃથિવ્યાદિ સર્વ Adie અધિષ્ઠાન છે, સર્વ ભૂતોમાં સાક્ષી દ્રષ્ટા ચૈતન્યરૂપ છે ને વસ્તુ તથા કેવળ નિષ્પ્રપંચ નિર્વિકલ્પ છે તથા તે દેવ છે, નિર્ગુણ છે. (સત્ત્વાદિ તથા જ્ઞાનાદિ ગુણરહિત સત્યરૂપ જ્ઞાનરૂપ આનંદરૂપ છે) માટે હે શિષ્ય ! મનબુદ્ધિનો આત્મા સાક્ષી તે જ દેવ છે એમ નિશ્ચય કરીને દેવ મારાથી ભિન્ન છે એવી ભેદબુદ્ધિ મૂકી દેવી; કેમ કે દ્વેત માનવાથી ભય થાય છે એમ શ્રુતિમાં કહ્યું છે. તેમ ભાગવતમાં પણ કહ્યું છે : “ભયં દ્તીયામિસિવેશલ ware અર્થાત્ દ્વેતમાં (ભેદમાં) આગ્રહ કરવાથી જન્મમરણાદિરૂપ