5 દૃષ્ટાંત તથા સિદ્ધાંત

દૃષ્ટાંત તથા સિદ્ધાંત
જેમ એક બ્રાહ્મણે ઘણી ભાંગ પીધી, તેના કેફ્થી પોતાનું બ્રાહ્મણપણું ભૂલીને હું શૂદ્ર છું, હું વૈશ્ય છું, હું ક્ષત્રિય છું, ઇત્યાદિક વિપરીત તે બોલવા લાગ્યો, પણ તે તેવું વિપરીતબોલતી વખતે બ્રાહ્મણ મટીને શૂદ્રાદિક થયો નથી, બ્રાહ્મણ જછે પણ કેફથી જ તે વિપરીત બોલે છે. તે પછી તેનો કોઈ હિતેચ્છુપુરુષ મળ્યો. તેણે તેનો કેફ ઉતારવા સારું ઘી તથા દહીં પાયું;તેથી તે બ્રાહ્મણનો કેફ ઊતરી ગયો. ત્યાર પછી તે (બ્રાહ્મણ)હું બ્રાહ્મણ છું એમ પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જાણે છે અને હુંશૂદ્રાદિક છું એમ કદાપિ માનવાનો નથી. જયાં સુધી કેફ હતોત્યાં સુધી જ વિપરીત બુદ્ધિ હતી; કારણ કે કેફ ઊતર્યા પછીવિપરીત બુદ્ધિ રહેતી નથી. તેમ પ્રત્યક્ષ આત્મા પોતાના અજ્ઞાનરૂપી કેફથી અવિધાકલ્પિત wa-wr શરીરના કલ્પિતસંબંધથી પોતાનું પ્રકટ સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી હું મનુષ્ય છું,હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું ગૃહસ્થછું, હું ત્યાગી છું, હું પુરુષ છું, હું સ્રી છું,  મરું છું એમ વિપરીત મિથ્યા જ્ઞાન પામે છે; વસ્તુતઃ પોતે દેહાદિકનો દ્રષ્ટા સાક્ષી બ્રહ્મરૂપ છે, પણ અજ્ઞાનથી જાણતો નથી. જ્યારે તે અજ્ઞાનીને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે અને તે ગુરુ તેનેબ્રહ્મવિધાનું ઉપદેશરૂપી ઘી પાય, ત્યારે અજ્ઞાનરૂપી નશો નષ્ટ થાય. ત્યાર પછી તે પુરુષ હું દેહ, મનુષ્ય, કર્તા, ભોક્તા છું, એમ કદાપિ માનશે નહિ. હું સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છું એમ જ માનશે; પણ એવું જ્યાં સુધી જાણ્યું નથી, ત્યાં સુધી ઘણા દિવસની ભૂલથી હું દેહ છું એમ તે માને છે.