141 દૃશ્યાનુવિદ્ધ સમાધિ

દૃશ્યાનુવિદ્ધ સમાધિ

શિષ્ય : હે મહારાજ ! સવિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિમાં શો ભેદ છે તે કૃપા કરી કહો. ગુરુ : સમાધિના બે પ્રકાર છે Ws સવિકલ્પ અને બીજી નિર્વિકલ્પ. તેમાં પણ સવિકલ્પ સમાધિના બે પ્રકાર છે : એક દશ્યાનુવિદ્ર અને બીજી શબ્દાનુવિદ્ધ. શિષ્ય : દશ્યાનુવિદ્ધ સમાધિ કોને કહેવાય ? ગુરુ : અંતઃકરણમાં કામ, સંકલ્પ, ચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૈર્ય, wae, લજ્જા, ભય આદિ જે બીજી કેટલીક સાત્ત્વિક વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે સર્વ દશ્ય છે. અને તે સર્વ વૃત્તિઓનો દ્રષ્ટા, હું સાક્ષી ચૈતન્યરૂપ છું એવા અનુસંધાનપૂર્વક જે સદા આત્માનો અનુભવ કરવો તે દૃશ્યાનુવિદ્ધ વિકલ્પ સમાધિ કહેવાય છે.