65 ત્રીજી પ્રક્રિયા
ત્રીજી પ્રક્રિયા
હવે અંતઃકરણપંચકમાં અને જ્ઞાનેંદ્રિયપપંચકમાં તથા કર્મેદ્રિયપંચકમાં અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એવી ત્રિપુટી છે, તેથી ક્રિયા થાય છે, તેને તું જાણે છે, માટે તે તું નથી. તું
એનો સાક્ષી છે. શિષ્યઃ હે મહારાજ! તમે કહ્યું કે અંતઃકરણાદિકમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રિપુટીથી ક્રિયા થાય છે, પણ તે અધ્યાત્મ આદિ કોને કહેવાય તે કહો.
ગુરુ : પાંચ અંતઃકરણની ત્રિપુટી નીચેના કોષ્ટક પ્રમાણે સમજાવી :