121 ત્રણ પ્રકારની લક્ષણા

ત્રણ પ્રકારની લક્ષણા

ગુરુ : ૧. જહતી, ૨. અજહતી અને ૩. જહદજહતી : એ ત્રણ પ્રકારની લક્ષણા છે. તેમાં જ્યાં વાક્યનાં પદોનો સમગ્ર અર્થનો ત્યાગ WA, Ad, નામ જહતી લક્ષણા છે. તેનું ઉદાહરણ : જેમ કે “નંનાયાં ae: પ્રતિવસત્તિ’ એ વાક્યનો મુખ્ય અર્થ એ છે કે, “ગંગા વિષે ઘોષ (ગાયોનો ગોઠો) રહે છે.’ હવે એ અર્થ જોતાં ગંગા નદીના પ્રવાહમાં ગાયોના ગોઠાનું રહેવું સંભવતું નથી, તેથી એ ગંગાપદનો અર્થ મૂકીને ગંગા નદીને કિનારે ગાયોનો ગોઠો છે, એમ લક્ષણા થાય છે. તે લક્ષણા મહાવાક્ય વિષે કરવી સંભવતી નથી; કેમ કે તે જહતી લક્ષણાથી મહાવાક્યનાં પદોના સમગ્ર વાચ્ય અર્થનો ત્યાગ થશે; તેથી મહાવાક્ય વડે જાણવા યોગ્ય શુદ્ધ ચૈતન્યનો પણ ત્યાગ થશે, એ મહાન અનર્થ થાય છે અને સિદ્ધાંતમાં તો પદના વાચ્યાર્થરૂપ એક અંશને મૂકીને લક્ષ્યાર્થૂપી એક અંશને ગ્રહણ કરવો છે, તે જહતી લક્ષણાથી બનતો નથી; માટે જહદજહતી લક્ષણા ગ્રહણ કરવી.