96 તુરીયાતીતનું નિરૂપણ
તુરીયાતીતનું નિરૂપણ
શિષ્ય : તુરીય એવું શુદ્ધ આત્માનું નામ છે અને. તમે મને તુયતીત કહ્યો, ત્યારે શુદ્ધ આત્માથી જુદો હું કોણ છું ? ગુરુ : તુરીય જે શુદ્ધ આત્મા છે તેને જ મે તુર્યાતીત કહ્યો છે, કેમ કે જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ ત્રણ અવસ્થાનેજાણવાવાળો એકરસ આત્મા તે ત્રણ અવસ્થાથી જુદો છે તથા તે ત્રણ અવસ્થાની અપેક્ષાથી તુરીય એટલે ચોથો એમ કહેવામાં આવે છે. પણ તે અવસ્થાનો નાશ થયાથી તુરીય (ચોથો) એવું નામ કહેવાય aR, માટે તુર્યાતીત છે; એટલે તુરીય એવા નામથી રહિત છે એમ કહ્યું; તેથી તુરીયરૂપ જે આત્મા તે જ તુર્યાતીત છે અને ત્રણ અવસ્થાની અપેક્ષાથી આત્માનું તુરીય એવું નામ કહેવાયું છે. એમ તોટક વૃત્તનો વેદાંતનો ગ્રંથ છે તેમાં પણ કહ્યું છે. ઝ્નુષ્ટ્પ્ ડૂ Ss પરિજ્મલ્પતમાત્મનિ મૂઢધિયા 1 areas ater ભવેત્ પરમાત્મપવ્સ્વ તુરસીયમિતિ ॥ ૨ ॥ ટીકા : જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એવી જે ત્રણ અવસ્થા તે મૂઢ બુદ્ધિવાળા પુરુષે આત્મામાં કલ્પી છે; એટલે એ ત્રણ અવસ્થા આત્માની માની છે તે ત્રણ અવસ્થાની અપેક્ષાથી પરમાત્મપદનું તુરીય (ચોથું) એવું નામ પડ્યું છે. માટે ત્રણ અવસ્થા વિના આત્માનું તુરીય એવું નામ કહેવાતું નથી, તેથી તુરીય તેને જ તુર્યાતીત કહ્યો; અર્થાત્ તુરીય નામરહિત કહ્યો, પણ તુર્યાતીત કહેતાં તુરીયથી જુદો પાંચમો આત્મા છે, એમ કહેવાનો અભિપ્રાય નથી. જેમ કોઈ પુરુષનું
પુત્રની અપેક્ષાથી પિતા એવું નામ પડ્યું પણ પુત્રનો અભાવ થવાથી પછી પિતા એવું નામ કહેવાતું નથી, પણ પુરુષ તો છે જ. તેમ જ તુયતિીત છે તે તુર્યા અવસ્થાનું મૂર્ધન્યસ્થાન છે. જોકે તુરીય આત્મા નખથી શિખા પર્યત આખા શરીરમાં વ્યાપી રહ્યો છે, તેથી મૂર્ધન્યસ્થાનમાં જ છે એમ નથી, પણ ‘quiz મૂર્ધન્યસ્થાન’ એવું કહ્યું તેનું કારણ એ કે, મૂર્ધન્યસ્થાન સર્વથી ઉત્તમ છે અને તુરીય આત્માનું સ્થાન પણ ઉત્તમ કહેવું જોઈએ. માટે મૂર્ધન્યસ્થાન છે એમ કહ્યું છે, અને તે મહાકારણદેહની પરા (શબ્દ ઉચ્ચારની પહેલી અવસ્થા) એવે નામે વાચા છે અને ગુરુશાસ્રથી આત્માનું યથાર્થ જ્ઞાન થયેથી હું કૃતાર્થ છું, હું ધન્ય છું. મારું જન્મ, મરણ આદિ દુઃખ દૂર થયું, એ રીતે જે વિશેષ આનંદનો અનુભવ થાય છે તેનું નામ આનંદાવભાસ ભોગ એમ જાણવું. અને જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ સુખનો અનુભવ કરવાની ઇચ્છા થાય છે, તેનું નામ ઇચ્છાશક્તિ અને રજોગુણતમોગુણના સંબંધરહિત જે સત્ત્ગગુણ તેનું નામ શુદ્ધ સત્ત્તગુણ જાણવો. આ અવસ્થામાં પ્રણવની અર્ધ માત્રાઃ છે. ને હું દ્રષ્ટા છું, એવું જે અભિમાન તે પ્રત્યગાત્મ અભિમાન કહેવાય છે. એ રીતે તુરીય અવસ્થા આદિ જે મહાકારણદેહનાં આઠ તત્ત્વો કહ્યાં, તે વિશેષજ્ઞાનરૂપ સર્વ તત્ત્વોનો પ્રકાશક તું સામાન્ય પૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્મા છે.