53 તત્ત્વોથી જુદો આત્મા

તત્ત્વોથી જુદો આત્મા

ચોપાઈ
ગુરુઃ ઉપલાં પચીસ ને આ અષ્ટ
એવાં તત્ત્વ તેત્રીસ સ્પષ્ટ,
એ દશ્ય તું દ્રષ્ટા જાણ,
એ તું કેમ થાઈશ વેદપ્રમાણ.

ટીકા : ઉપર કહેલાં સ્થૂલ દેહનાં પચીસ કામ-ક્રોધાદિ તત્ત્વો, અને આ હમણાં કહેલાં જાગ્રત અવસ્થા આદિ આઠ તત્ત્વો, તે મળીને સર્વ તેત્રીસ તત્ત્વો સ્પષ્ટ જણાય છે. એ સર્વે
તત્ત્વોને તું જાણે છે, તેથી એ તારાં દશ્ય છે, તું એમને જાણનાર દ્રષ્ટા છે. એ તત્ત્વો જે છે, તે તું નહિ, એવું વેદ વિષે પ્રમાણ છે; તેમજ શ્રીશંકરાચાર્ય પણ વાક્યવૃત્તિ નામના ગ્રંથમાં દેહથી આત્મા ભિન્ન છે એમ કહે છે. TST  ઘટદ્રષ્ટા ઘટા દ્રિ: સર્વથા ન ઘસે યથા । સેઇદ્રષ્ન તથા tet Aelita ॥ અર્થાત્‌ જેમ ઘટનો દ્રષ્ટા (Maral) ઘટથી ભિન્ન છે અને
તે કોઈ પ્રકારે ઘટરૂપ ન થાય; તેમ જ દેહનો દ્રષ્ટા જે હું આત્મા, તે કદાપિ દેહરૂપી નથી એમ નિશ્ચય માનવું. જેમ ઘડો પંચભૂતથી થયેલો છે તથા જડ અને દશ્ય છે; તેમ જ આ તારો દેહ પણ પંચભૂતથી ઉત્પન્ન થયો છે તથા જડ અને દશ્ય છે, માટે ઘટ સરખો છે. તેનો દ્રષ્ટા તું ચૈતન્ય કઃ છ.  શિષ્ય : હે ગુરુ ! ઘડો જેવો પેદા થયો તેવો જ રહે છે
કાંઈ વધતો નથી, તેથી જડ છે અને દેહ તો દરરોજ વધે છે, તેથી ચૈતન્ય છે, તેને ઘડા જેવો તમે કેમ કહ્યો ! ગુરુઃ દેહ વધે છે, તેથી કાંઈ ચૈતન્ય ન કહેવાય. જેમ ભીંત
ઉપર દરરોજ ઈંટો મૂકીને વધારે છે તો તે વધે છે અને ઉકરડાઉપર દરરોજ કચરો નાખે તો તે પણ વધીને મોટો થાય છે; તેથી કાંઈ ચૈતન્ય ન કહેવાય. તેમ દેહમાં પણ અન્ન, જળ, શાક, મેવા વગેરે દરરોજ કચરો પડે છે, તેથી વધે છે; માટે વધે તેથી ચૈતન્ય ન કહેવાય. અને જેમ લોઢામાં અગ્તિના સંબંધથી દાહકતા દેખાય છે, તેમ ચૈતન્યરૂપ આત્માના સંબંધથી દેહમાં ચૈતન્ય પ્રતીત થાય છે, પણ પોતાની મેળે ચૈતન્ય નથી. એ રીતે  જડ છે. તું એનો દ્રષ્ટા તેથી જુદો ચૈતન્ય, અજર, અમર આત્મા છે.