2 ટીકાનું પ્રયોજન

ટીકા : સંસ્કૃત ભાષા ન જાણનારાઓને અને સંસારબંધનથી મુક્ત થવાની જેઓને ઇચ્છા છે તેવા વિવેકાદિ સાધનસંપન્ન જિજ્ઞાસુજનોને, અનાયાસે પંચીકરણના અર્થનો બોધ થવા સારુ, શ્રીરામસદ્ગુરુકૃત મૂળ પંચીકરણની ગુજરાતી,  સરળ ભાષાથી કઠિન પરિશ્રમ વિના સહજ રીતે સમજાય એવીસરળ ટીકા હું આપું છું.