130 જ્ઞાનથી સંચિત તથા ક્રિયમાણ કર્મોની નિવૃત્તિ

જ્ઞાનથી સંચિત તથા ક્રિયમાણ કર્મોની નિવૃત્તિ

કમળના પત્રને જેમ જળનો લેપ થતો નથી, તેમ અપરોક્ષ જ્ઞાનવાનને ક્રિયમાણ કર્મનો લેપ થતો નથી; કેમ કે કાયિક, વાચિક અને માનસિક જે કર્મ થાય છે, તેમાં “હું sal એવું અભિમાન જ્ઞાનવાનને નથી; તેથી તે ક્રિયમાણ કર્મનો પણ જ્ઞાનાગ્નિથી નાશ થાય છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે, “જેમ ઇષિકાના (મુંજની વચમાં રહેલા તૃણના) તૂલને (રૂને) અગ્નિમાં નાખે, તો તરત બળી જાય છે, તેમ આ જ્ઞાનવાન પુરુષનાં સંચિત ક્રિયમાણ પુણ્યપાપ મિશ્રરૂપ સર્વ કર્મ બળી જાય છે, “આ જ્ઞાનવાન પુરુષનાં સર્વ કર્મો ક્ષીણ થાય છે’, તેમ જ ગીતામાં પણ શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે :
ગનુષ્ટુપ્‌
સધેઘાસિ સમિદ્ધોમ્તિર્મસ્મસાત્ઝુરતેડગઝુન |
જ્ઞાનાસ્તિ: સર્વજર્માળિ ભસ્મસાત્ઝુરુતે તથા ॥
ટીકા : હે અર્જુન ! જેમ સૂક્ષ્મ કાાદિકથી પ્રજવલિત થયેલો અગ્નિ સર્વ કાષ્ઠોને બાળીને ભસ્મરૂપ કરે છે, તેમ શ્રવણમનનના અભ્યાસથી ઉત્પન્ન થયેલો જ્ઞાનાગ્નિ સંચિત તથા
ક્રિયમાણ પુણ્ય-પાપ મિશ્રરૂપ સર્વ કર્મોને બાળી ભસ્મ કરે છે. એ રીતે પરમાત્માના જ્ઞાનથી સંચિત તથા ક્રિયમાણ એ બંને કર્મની નિવૃત્તિ થાય છે. હવે બાકી રહ્યું તે ત્રીજું પ્રારબ્ધ
કર્મ, તે દેહને માથે છે; એટલે બ્રારબ્ધથી દેહ જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી પ્રારબ્ધકર્મના ફળરૂપ જે સુખ-દુઃખ તેને સ્થૂલ દેહ GURL, સૂક્ષ્મ દેરરૂપ અંતઃકરણ છે તે ભોગવે છે ને તે દેહનો દ્રષ્ટા, હું અભોક્તા, પરબ્રહ્મ છું એવા અનુભવથી જ્ઞાની પુરુષ જીવન્મુક્ત થાય છે તે સર્વ પ્રકાર નીચેની ચોપાઈથી નિરૂપણ કરેલ છે, તેનાથી સમજવા.