89 જ્ઞાનથી મોક્ષ

જ્ઞાનથી મોક્ષ

aya
અહં સાક્ષીસિ at faenigheredt પુનઃ we 1
સ va qe: સો fagitta aatatsfen: ।
ટીકા : ઉપર કહ્યું એ રીતે ત્રણ દેહ તથા ત્રણ અવસ્થા,
પંચકોશ, ભોક્તા અને ભોગ્ય આદિ સર્વનું વારંવાર વિવેચન

કરી તે સર્વ દેહાદિક દશ્ય છે અને હું તેનો દ્રષ્ટા સાક્ષી આત્મા છું એમ જે પુરુષ નિશ્ચયથી જાણે છે, તે જ પુરુષ મુક્ત છે અને તે જ વિદ્વાન છે એમ વેદાંત wad નગારું ખુલ્લી તે કહે છે. પૂર્વે જે દેહત્રય, અવસ્થાત્રય, પંચકોશ આદિનું વર્ણન કર્યું અને તે દેહાદિકનો હું દ્રષ્ટા છું એવું વિશેષ જ્ઞાન કહ્યું, પણ તે વિશેષ જ્ઞાન વૃત્તિજન્ય છે; એટલે મનની વૃત્તિમાં પેદા થયું છે, તેથી પરિચ્છિન્ન અને મટી જાય છે, માટે તે વિશેષ જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવું તથા અજ્ઞાનનું કાર્ય જે દેહાધ્યાસ છે, તેને પણ દૂર કરવો. ત્યાર પછી તે વિશેષ જ્ઞાનને પણ કલ્પિત છે એમ સમજીને, વાસ્તવિક પરિપૂર્ણ સામાન્ય-જ્ઞાનરૂપ બ્રહ્મસ્વરૂપમાં સ્થિતિ કરવી એ જ મોક્ષનું સાધન છે. તે સારુ વિશેષ જ્ઞાનને જ ચોથા દૈહરૂપે કલ્પના કરીને તેનું નિરૂપણ કરે છે.