120 જીવ-ઈશ્વરની ઉપાધિનો ત્યાગ

જીવ-ઈશ્વરની ઉપાધિનો ત્યાગ

 

જેમ મઠમાં ઘણાં માણસો બેસી શકે તથા હજારો મણ અનાજ પણ ભરાય અને ઘટમાં તો એક પણ માણસ બેસી શકે નહે ને એક મણ અનાજ પણ ન માય, તેથી તે મઠ તથા ઘટમાં
મોટી તથા નાની ઉપાદિના ભેદથી મોટું નાનું સામર્થ્ય ભાસે છે; પણ તે HAL આકાશમાં મોટાનાનાપણું અને સામર્થ્યઅસામર્થ્ય એવો ભેદ નથી. ઘટમાં તથા મઠમાં મહદાકાશ ભેદરહિત એક જ છે, જુદું નથી, તેમ તત્‌ પદ તથા ત્વં પદનું લક્ષ્યાર્થ રૂપ શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ એક જ છે, તેમાં ભેદ નથી. માટે કલ્પિત એવી જીવ તથા ઈશ્વરની વાચયર્થરૂપ જે બે ઉપાધિ અવિદ્યા તથા માયા)નો ભાગત્યાગ લક્ષણાથી ત્યાગ કરીને, હે મુમુક્ષુ ! તું પોતે (પ્રત્યગાત્મા) જીવ ઈશ્વરનો શુદ્ધ લક્ષ્ય સ્વયં પ્રકાશરૂપ છે તેમાં નિષ્ઠા કર. શિષ્ય : હે મહારાજ ! ભાગત્યાગ લક્ષણા કોને કહેવાય અને લક્ષણા કેટલા પ્રકારની છે તે કૃપા કરી કહો.