119 જીવેશ્વરનું એકત્વ

જીવેશ્વરનું એકત્વ

શિષ્ય : હે મહારાજ ! તમે જીવ-ઈશ્વરને એક કહો છો, તેમાં પ્રસિદ્ધ વિરોધ જોવામાં આવે છે; કેમ કે જીવ સુખી, દુઃખી, કર્તા, ભોક્તા, જન્મમરણવાન, અસમર્થ, પરાધીન, અભિમાનવાળો તથા અલ્પજ્ઞ છે; અને ઈશ્વર અહંકારરહિત, સુખદુઃખરહેત, સમર્થ, સ્વતંત્ર, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો કર્તા તથા સર્વજ્ઞ છે; માટે એ બંનેની એકતા કેમ ઘટે તે કહો તથા તેનાં એકત્વ વિષે પ્રમાણ કહો. ગુરુ : હે શિષ્ય ! તે તારી શંકા, aque ઈશ્વર અને due જીવ એ બે પદોનો વાચ્યાર્થ તથા લક્ષ્યાર્થ સમજ્યા વગરની છે; કારણ કે જીવમાં કર્તુત્વ, ભોક્તૃત્વ, સુખ, દુઃખ આદિ સંસારની જે પ્રતીતિ થાય છે, તે કેવળ અવિધાકલ્પિત અંતઃકરણાદિ ઉપાધિના અધ્યાસથી જ થાય છે, પણ જીવનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ સચ્ચિદાનંદ છે અને કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ અંતઃકરણના ધર્મ છે. જન્મમરણ દેહને જ છે. લક્ષ્યરૂપ આત્મામાં એ કંઈ નથી; તેમ જ ઈશ્વરમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાપણું માત્ર માયાની ઉપાધિથી જ છે. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ તો શુદ્ધ અદ્વિતીય, પૂર્ણ સચ્ચિદાનંદરૂપ લક્ષ્ય છે; માટે ઉપાધિના ભેદથી વિચાર વિના જીવ-ઈશ્વરનો, વાચ્યાર્થથી ભેદ પ્રતીત થાય છે; પણ બંનેનો લક્ષ્યાર્થ વિચારતાં અનુભવથી અભેદ સિદ્ધ થાય છે, તેમ સામવેદના છાંદોગ્ય ઉપનિષદના મહાવાક્યમાં પણ અભેદનું નિરૂપણ કર્યું છે. તે મહાવાક્ય જઅભેદ વિષે પ્રમાણરૂપ જાણવું. તે મહાવાક્યમાં તત્‌, ત્વં અને અસિ એ ત્રણ પદ છે. તેનો અભેદ અર્થ દષ્ટાંતપૂર્વક કહું છું,
તે ધ્યાનપૂર્વક શ્રવણ કર.
તત્‌ અને ત્વંપદનું એકત્વ
del મઠ ઘટાકાશવતૂ,
અસિ પદ મહદાકાશ;
બે ઉપાધિ ભાગત્યાગ કરી,
પોતે સ્વયંપ્રકાશ.ટીકા : હે શિષ્ય ! જેમ એક જ આકાશનું, મઠ ઉપાધિથી મઠાકાશ એવું નામ કહેવાય છે, અને ઘટ ઉપાધિથી ઘટાકાશ એવું નામ કહેવાય છે, તથાપિ તે મઠ તથા ઘટ એ બે ઉપાધિ વિના જે પૂર્વ આકાશ છે, તેનું નામ મહદાકાશ કહેવાય છે; તેમ જ એક wledla તત્ત્વમાં માયા ઉપાધિથી તતપદનો અર્થ “ઈશ્વર’ એમ કહેવાય છે અને અવિદ્યા ઉપાધિથી ત્વંપદનો અર્થ “જીવ’ એમ કહેવાય છે; તથાપિ એ બે ઉપાધિ મૂકીને લક્ષ્યમાં ‘Aad છે’ એમ અસિ પદથી બંનેની એકતા જાણવાથી એક અદ્વિતીય બ્રહ્મસ્વરૂપ સિદ્ધ થાય છે અને ઈશ્વરમાં સમર્થપણું ને જીવમાં અસમર્થપણું એ માત્ર મોટી તથા નાની ઉપાધિથી છે, પણ સ્વરૂપમાં નથી.