126 જીવેશ્વરના એકત્વ વિષે પ્રમાણ

જીવેશ્વરના એકત્વ વિષે પ્રમાણ

એ સર્વ માયા ઉપાધિ તત્પદનો વાચ્ય અર્થ કહેવાય છે, ત્વંપદની જીવની અવિદ્યા-ઉપાધિ જાણવી. તે અવિદ્યા સ્થૂળ ,સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહરૂપ પરિણામ પામી છે અને તે ત્રણ દેહના વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ એ ત્રણ અભિમાની છે અને જાગ્રત, સ્વપ્નને સુષુપ્તિ એ ત્રણ ત્વંપદવાચ્ય જીવની અવસ્થા છે. એ સર્વ અવિધાકલ્પિત ive જીવનો વાચ્યાર્થ જાણવો. એ રીતે માયા . તથા અવિદ્યા એ બે વાચ્યાર્થ ઉપાધિ દશ્ય છે તેનો ત્યાગ કરીને તું પોતે આત્મા aque અને ત્વંપદ એ બે પદોમાં એક લક્ષ્યાર્થરૂપ શુદ્ધ ભગવાન છે, અર્થાત્‌ ઉપાધિરહિત સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે. ભગવદ્‌ગીતાના તેરમા અધ્યાયમાં ‘eae ચાપિ માં વિદ્નિ-‘ એ શ્લોકમાં “હે અર્જુન ! સર્વ ક્ષેત્રો (સર્વ શરીરો)ને વિષે દેહ, પ્રાણ, ઇંદ્રિયો, મન, બુદ્ધિ વગેરેને જાણનારો જે ક્ષેત્રસં (શુદ્ધ જીવ) તેને હુરૂપ જાણ.’ એ રીતે અર્જુન પ્રત્યે ભગવાને પોતા સાથે ક્ષેત્રજ્ઞનું એકપણું નિરૂપણ કર્યું છે. તે જ રીતે શ્રીમદ્‌ ભાગવતના ચતુર્થ સ્કંધમાં ર૮મા અધ્યાયમાં પુરંજનોપાખ્યાનમાં જીવને ઈશ્વર સાથે પોતાનું એકત્વજ્ઞાન દઢ થવા માટે ઈશ્વર જીવને પોતા સાથે એકતાનો ઉપદેશ કર્યો છે. ગનુષ્ટુષૂ
Re ભવાત્ત Wed ત્વમેવાઈ fraea મો ।
તત તૌ ovat જવ્યશ્વ્છિદ્રં ગાતું મનામષિ ॥
ટીકા : હે જીવ ! હું છું તે તું છે, મારાથી તું જુદો નથી. તું છે તે હું છું, એમ મારું તથા તારું એકપણું વિચારી જો. જે જ્ઞાનવાન પુરુષો છે, તે આપણા બેમાં કોઈ સમયે કિંચિત્‌ માત્ર
પણ ભેદ દેખતા નથી, એટલે જીવ ઈશ્વરને એકરૂપ જાણે છે. ઇત્યાદિ શ્રુતિસ્મૃતિ, પુરાણ વગેરેમાં પ્રત્યગાત્માના પરમાત્મા સાથેના અભેદનું નિરૂપણ કર્યું છે, તે માટે હે શિષ્ય !
તારા આત્માને તું બ્રહ્મરૂપ જાણ.