4 જીવનો દેહાધ્યાસ

જીવનો દેહાધ્યાસ

ચોપાઈ
ઘણા દહાડાનો ભ્રમ થયો જીવને,
એટલે દેહ માને પોતે આપને;
તે સારુ ફરે ચોરાશી લક્ષ યોનિને,
ફરી ફરી પામે જન્મમરણને.

ટીકા : જીવ કહેતાં જે અવિદ્યોપાદિક પ્રત્યક્ષ આત્મા તેને ઘણા દહાડાનો ભ્રમ થયો, નામ અનાદિ કાળની ભૂલ થઈ છે, એટલે તેથી પોતે (જીવાત્માએ) આપને (પોતાને) દેહ હું એમ માની લીધું છે, પણ વસ્તુતઃ પોતે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે, દેહરૂપ નથી. ભૂલથી જ હું દેહ, હું મનુષ્ય, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય ઇત્યાદિ તે માને છે.