108 જીવકૃત અને શાસ્ત્રીય દ્વૈત

જીવકૃત અને શાસ્ત્રીય દ્વૈત

શિષ્ય : જીવકૃત દ્વૈત પૂર્વે તમે સંક્ષેપથી કહ્યું તે જ છે કે બીજું પણ છે ? જો કહો કે બીજું પણ છે, તો તે કેટલા પ્રકારનું છે તે કૃપા કરી કહો. ગુરુ : વિધારણ્ય મુનિએ જીવકૃત Bt બે પ્રકારનું કહ્યું છે. એક શાસ્ત્રીય ને બીજું અશાસ્તીય. તેમાં પ્રત્યેક બ્રહ્મનું એકત્વ વિચારરૂપ જે વેદાંતશાસ્નનું શ્રવણ-મનનાદિ કરવું, તેનું નામ શાસ્રીય મનોમય Bt કહેવાય. તે શાસ્ત્રીય Baril જ્યાં સુધી સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ પ્રત્યગાત્માનો અપરોક્ષ દઢ બોધ સિદ્ધ થયો નથી, ત્યાં સુધી ત્યાગ કરવો નહિ. કામાદિકની નિઃશેષ નિવૃત્તિપૂર્વક અટ્ટેત-તત્ત્વનો દઢ બોધ સિદ્ધ થયા પછી જ ત્યાગ કરવો; તોપણ સદસદ્દિચારમાં કુશળ એવો બુદ્ધિમાન પુરુપ વેદાંતશાસ્્રનો અભ્યાસ કરીને તે દ્વારા પરોક્ષ તથા અપરોક્ષ જ્ઞાનમાં તત્પર થઈને જેમ વ્રીહિ(ડાંગર)માંથી તાંદુલને કાઢી લઈને ફોતરાંનો ત્યાગ કરે છે, તે સમગ્ર Wl ત્યાગ કરે છે; એ રીતે શ્વુતિમાં દઢ બોધ સિદ્ધ થયા પછી શાસ્ત્રીય det ત્યાગ કરવાનું કહ્યું છે; તથાપિ તે શ્રુતિમાં વિચારની અવધિ કહી છે, પણ બોધ થયા પછી Bleu ન કરવો એમ નિષેધ કર્યો નથી;  તેથી દંઢ બોધ થયા પછી પણ પૂર્વ પ્રવાહથી પ્રાપ્ત થયેલ શાસ્રવિચારાદિ શાસ્ત્રીય gid કલ્પિત રૂપ જાણીને તે દ્વારા  સદ્ધિચારમાં કાલક્ષેપ કરવાથી sid બાધ દેખાતો નથી. શિષ્ય : હે મહારાજ ! જ્યારે શાસ્રવિચારાદિને પણ તમે કલ્પિત કહો છો, ત્યારે તેથી સાંસારિક બંધનની નિવૃત્તિ કેમ થશે તે કહો. ગુરુ : જેને નિવૃત્ત કરવો છે, એવો સંસાર ક્યાં સાચો છે ? તેથી “જેવો યક્ષ, તેવું બલિદાન એવા ન્યાયથી જેમ સ્વપ્નકલ્પિત સિંહના દર્શનથી કલ્પિત સ્વપ્નની નિવૃત્તિ થાય છે, તેમ કલ્પિત શાસ્રાદિકથી કલ્પિત સંસારની નિવૃત્તિ થાય છે.