22 જન્મમરણનો કાગળ ફાટવાનો પ્રકાર
જન્મમરણનો કાગળ ફાટવાનો પ્રકાર
એવી રીતનાં શિષ્યની જિજ્ઞાસાનાં વચનો સાંભળીને ગુરુ
જન્મમરણ મટવાનો ઉપાય બતાવે છે :
સદ્ગુરુ કહે સ્વસ્વરૂપ જાણ, એટલે તારો જન્મ ટળશે એ પ્રમાણ; તારા જન્મમરણનો કાગળ ફાટે, સદ્ગુરુ વચને વિશ્વાસ રાખે એ માટે. ટીકા : સદ્ગુરુ : તું તારા સ્વરૂપને જાણ એટલે હું સચ્ચિદાનંદરૂપ છું; દેહ ઇંદ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિનો સાક્ષી, પ્રત્યક્ષ આત્મા છું અને દેહ, ઇંદ્રિયાદિક હું નહિ તથા દેહના જે ધર્મ, વર્ણ, આશ્રમાદિક તથા ઈંદ્રિયોના ધર્મ આંધ્ય, બધિરતાદિક તે પણ મારા સ્વરૂપમાં નથી. કેવળ શુદ્ધ ચૈતન્યરૂપ હું છું, એવું જ્ઞાન જ્યારે તને દઢ થશે, એટલે તે જ વખતે તારાં જન્મમરણ ટળશે એ પ્રમાણસિદ્ધ છે.