24 જન્મમરણના કાગળનું લક્ષણ

જન્મમરણના કાગળનું લક્ષણ

શિષ્ય : હે મહારાજ ! ae કાગળ તે વળી શું? ગુરુ : જે જીવ પાપપુણ્યાદિક જે જે કર્મો કરે છે, તેને યમરાજનો કારભારી ચિત્રગુપ્ત લખે છે અને તે તે કર્મના કરવાવાળા જીવને યમરાજા જન્માદિ દ્વારા સુખદુઃખાદિ ફળ આપે છે; તેથી ચોરાશી લક્ષ યોનિમાં તે ફરે છે એમ પુરાણમાં કહ્યું છે. એ જ જન્મમરણના કાગળ છે, માટે સદ્ગુરુ જે સચ્ચિદાનંદરૂપ પોતાના આત્માનો ઉપદેશ કરે છે, તેના વચનમાં અનુભવ કરી દઢ વિશ્વાસ રાખે, તો જ તે કાગળ ફાટે- જન્મમરણનાં દુઃખ ટળે. તે ઉપર સ્થૂળ રીતે સમજવા સારું એક દષ્ટાંત કહું છું તે સાંભળ.