100 જગતનું મિથ્યાત્વ
જગતનું મિથ્યાત્વ
ગુરુ : હે શિષ્ય ! જેવું બ્રહ્મસ્વરૂપ સત્ય છે, તેમ જ બ્રહ્મથી જુદા ચાર દેહ તથા ભૂતભૌતિક પ્રપંચ જો સત્ય હોય, તો ed સિદ્ધ થાય, પણ તે દેહાદિક સર્વ પ્રપંચ બ્રહ્મ વિષે કલ્પિત છે. જેમ રજ્જુ (દોરડી) વિષે સર્પ, ભૂછિદ્ર, મૃત્રધારા આદિ કલ્પિત ભાસે છે, પણ તે કલ્પિત સર્પાદિકની દોરીથી ra સત્તા નથી. જેમ શુક્તિ (છીપ)માં કલ્પિત રજત (રૂપું) આદિની શુક્તિથી ભિન્ન સત્તા નથી, તંતુથી પટની ભિન્ન સત્તા નથી, સુવર્ણથી આભૂષણની ભિન્ન સત્તા નથી, મૃત્તિકાથી ઘટશરાવાદિકની ભિન્ન સત્તા નથી, આકાશમાં કલ્પિત શ્યામતાની આકાશથી ભિન્ન સત્તા નથી અને મરુભૂમિમાં કલ્પિત મૃગજળની મરુભૂમિથી ભિન્ન સંત્તા નથી. તેમ દેહાદિ સર્વ પ્રપંચની આત્મસત્તાથી Ga સત્તા નથી. આત્મમાં કલ્પિત અસદ્રૂપ ભાસે છે તે અસદ્રૂપ દેહાદિ પ્રપંચથી aa સિદ્ધ થતું નથી. એક અઠદ્દિતીય આત્મા સત્ય છે તેથી Wat સિદ્ધાંતમાં કંઈ વિરોધ આવતો નથી. દેહાદિ જગત સર્વ અસય છે ને આત્મા એક સત્ય છે, એમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ભગવદ્્ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે.