127 છ ઊર્મિરહિત બ્રહ્માત્માનું એકત્વ
છ ઊર્મિરહિત બ્રહ્માત્માનું એકત્વ
શિષ્ય : હે ગુરુ ! બ્રહ્મ તો જન્મ, મરણ, ક્ષુધા, Rua, શોક અને મોહ એ છ ઊર્મિઓથી Wa છે એવું મેં wwii સાંભળ્યું છે અને મારામાં તો એ ઉપર કહેલી છ ઊર્મિઓ દેખાય
છે; ત્યારે હું બ્રહ્મરૂપ કેમ થાઉ, તે કહો. ગુરુ : એ છ ઊર્મિથી રહિત બ્રહ્મ છે એમ જે તે શાસ્ત્રમાં સાંભળ્યું છે, તે સત્ય છે અને તે બ્રહ્મરૂપ તારો પ્રત્યગાત્મા છે. તે પ્રત્યગાત્માને દેહથી, પ્રાણથી તથા મનથી જુદો ન જાણીને દેહાદિકના ધર્મ આત્મામાં આરોપણ કરીને મને જન્મમરણાદિક છે એમ તેં માનેલું છે, પણ તે તારા આત્મામાં નથી, તે હું તને વિવેચને કરી કહું છું તે સાંભળ.
દુહો 4
જન્મમરણ દેહને કહી,
ક્ષુધા પિપાસા પ્રાણ;
શોક મોહ મનનો ધર્મ,
પોતે બ્રહ્મ પ્રમાણ.
ટીકા : હે ભાઈ ! જન્મ અને મરણ એ બે ઊર્મિ સ્થૂળ દેહમાં કહી છે, એટલે સ્થૂળ દેહ જન્મે છે અને મરે છે, તેનો દ્રષ્ટા આત્મા તું જન્મતો-મરતો નથી અને ક્ષુધા-પિપાસા કહેતાં ભૂખ લાગવી ને તૃષા લાગવી એ બે ઊર્મિ પ્રાણની છે; કેમ કે ક્રુધા-પિપાસાથી પ્રાણ ઘણા વ્યાકુળ થાય છે અને અન્ન-જળ વિના પ્રાણ રહેતા પણ નથી; માટે એ બે ઊર્મિ પ્રાણની છે અને તે પ્રાણનો તું દ્રષ્ટા છે, તેથી તે ક્ષુધા-પિપાસા તારામાં નથી. શોક અને મોહ બે ઊર્મિ 4 -ની છે; કેમ કે જાગ્રદાવસ્થામાં તથા સ્વપ્નાવસ્થામાં મન છે, તો તે મનમાં શોક ને મોહ એ બે ઊર્મિ પેદા થાય છે, ને સુષુપ્તિ અવસ્થામાં મનનો લય છે, તેમાં શોક તથા મોહ એ બે ઊર્મિ નથી દેખાતી; કારણ કે તે મનમાં જ થાય છે; તેથી મન અને તેના ધર્મ શોકમોહ તેનો દ્રષ્ટા તું છે; માટે તે ઊર્મિ તારામાં નથી. તું શોક-મોહરહિત છે, એ એ રીતે છ ઊર્મિરહિત ‘Ud બ્રહ્મ wu અથાત્ તું પોતે આત્મા છ ઊર્મિરહિત બ્રહ્મરૂપ છે.