128 છ ઊર્મિરહિત આત્મા બ્રહ્મરૂપ છે

છ ઊર્મિરહિત આત્મા બ્રહ્મરૂપ છે

આમ છ ઊર્મિરહિત આત્મા બ્રહ્મરૂપ છે, એવો ઉપદેશ શ્રુતિપ્રમાણથી પણ સિદ્ધ છે. યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ પ્રત્યે કહોલ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો હતો : “હે યાજ્ઞવલ્કય | !સાક્ષાત્‌ અપરોક્ષ બ્રહ્મસ્વરૂપ જે સર્વાતર આત્મા છે, તે તમે મને બતાવો.’ ત્યારે તે યાજ્ઞવલ્ક્ય મુનિએ ઉત્તર દીધો : “આ અપરોક્ષ (અંતઃકરણની વૃત્તિઓનો પ્રકાશક) તારો આત્મા તે સર્વાતર છે.’ ત્યારે ફરીથી કહોલે પૂછયું : “હે યાજ્ઞવલ્કય ! સર્વાતર આત્મા sal?’ ત્યારે યાજ્ઞવલ્કય મુનિએ ઉત્તર દીધો : “ક્ષુધા, તૃષા, શોક, મોહ, જરા અને મૃત્યુ એ છ ઊર્મિથી રહિત સર્વાતર આત્મા તે તું છે. માટે હે શિષ્ય ! તું આત્મા બ્રહ્મરૂપ છે, શુદ્ધ છે ને કર્મના ફળરૂપ જે સુખદુઃખ તેનો તું ભોક્તા નથી; તેથી તું જીવન્મુક્ત (જીવતાં જ મુક્ત) છે.’ શિષ્ય : હે મહારાજ ! કર્મ કેટલા પ્રકારનાં છે ? અને તે કર્મનો ભોક્તા કોણ છે, તેમ જ તે કર્મની નિઃશેષ નિવૃત્તિ કેમ થાય અને જીવન્મુક્ત કોને કહેવાય તે કહો.