72 છઠ્ઠી પ્રક્રિયા
છઠ્ઠી પ્રક્રિયા
ગુરુ : આકાશનાં અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ પાંચ તત્ત્વો છે. શિષ્ય : એ પાંચ તત્ત્વ આકાશનાં કહ્યાં, તેમાં હેતુ શો છે, તે કહો. ગુરુ : સ્ફુરણરૂપ અંતઃકરણ હૃદયાકાશમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ લય પામે છે, તેથી આકાશનું છે. વ્યાન સર્વ અંગમાં આકાશની પેઠે વ્યાપી રહ્યો છે; માટે આકાશનો. શ્રોત્રઇદ્રિય આકાશનો ગુણ શબ્દ છે તે સાંભળે છે; માટે આકાશની. વાચાઇંદ્રિય આકાશનો ગુણ શબ્દ છે તેનો ઉચ્ચાર કરે છે; તેથી આકાશની અને શબ્દ તો આકાશનો જ ગુણ છે એ પ્રસિદ્ધ છે. વાયુનાં મન, સમાન, ત્વચા, પાણિ અને સ્પર્શ એ પાંચ તત્ત્વો છે. શિષ્ય : એ પાંચ તત્ત્વો વાયુંનાં જ છે; એમાં હેતુ શો છે તે કહો. ગુરુ : મન વાયુની પેઠે ચંચલ છે, તેથી વાયુનું જાણવું. જ. જ જા સમાન પોતે વાયુરૂપ છે. ત્વચાઇદ્રિય વાયુનો ગુણ સ્પર્શ છે તે જાણે છે માટે વાયુની છે. પાણિ ઇંદ્રિયથી વાયુનો ગુણ જે સ્પર્શ તે થાય છે, માટે વાયુની છે. સ્પર્શ વાયુનો જ ગુણ છે, માટે વાયુનો છે, તું એ સર્વનો સાક્ષી છે. તેજનાં બુદ્ધિ ઉદાન, ચક્ષુ, પાદ અને રૂપ એ પાંચ તત્ત્વો છે. શિષ્ય : એ પાંચ તત્ત્વો તેજનાં છે, તેમાં હેતુ શો છે તે હો. ગુરુ : બુદ્ધિ પ્રકાશવાળી તેજોમય છે, માટે તેજની છે. ઉદાન વાયુ કંઠમાં અન્નજળનો વિભાગ કરીને તેને જઠરાગ્નિમાં પહોંચાડે છે, માટે તેજનો છે. ચક્ષુઇદ્રિય તેજનો ગુણ રૂપ છે. તેને જુએ છે, માટે તેજની છે. પાદઇંદ્રિયમાં વિશેષે કરીને ઉપ્ણતા રહે છે ને તેજનો ગુણ રૂપ તેને જોવા લઈ જાય છે, માટે તેજની છે અને રૂપ તો તેજનો ગુણ છે; તેથી એ પાંચ તત્ત્વો તેજનાં છે. તું એ સર્વનો સાક્ષી છે. આપનાં ચિત્ત, પ્રાણ, જિહ્વા, શિશ્ન અને રસ એ પાંચ તત્ત્વો છે. શિષ્ય : એ પાંચ તત્ત્વો જલનાં છે, એમ શાથી જણાય તે કહો. ગુરુ : ચિત્ત જલની પેઠે દ્રવીભૂત થાય છે, માટે જલનું છે.” પ્રાણવાયુ જલ વગર રહેતો નથી, તેથી જલનો છે અને શ્રુતિમાં પણ કહ્યું છે કે, ‘“જલમય પ્રાણ છે.’ જિહ્વાઇદ્રિય જલનો ગુણ રસ છે તેને ગ્રહણ કરે અને સદાકાળ ભીની રહે છે, તેથી જલની છે, શિશ્નઈંદ્રિય મૂત્રરૂપ જલનો ત્યાગ કરે છે, માટે જલની છે અને રસ જલનો ગુણ છે, તું એ સર્વને જાણવાવાળો સાક્ષી છે.
પૃથ્વીનાં અહંકાર, અપાન, HLL, ગુદા અને ગંધ એ પાંચ તત્ત્વો છે. શિષ્ય : એ પાંચ તત્ત્વો પૃથ્વીનાં છે એમ કેમ નિશ્ચય થાય, તે કહો. ગુરુ : અહંકાર પૃથ્વીની પેઠે ભારે તથા જડ છે, માટે પૃથ્વીનો છે. અપાનવાયુ, પૃથ્વીનો ભાગ મળ તેને ગુદાદ્વારથી બહાર કાઢે છે, માટે પૃથ્વીનો છે. ઘ્રાણઇદ્રિય પૃથ્વીનો ગુણ ગંધ છે તેને જાણે છે, માટે પૃથ્વીની છે. ગુદાઇદ્રિય પૃથ્વીનો ભાગ મળ છે તેનો ત્યાગ કરે છે, માટે પૃથ્વીની છે. ગંધ ગુણ પૃથ્વીનો છે, એ તો પ્રસિદ્ધ છે. એ રીતે પાંચ ભૂતોનાં પચીસ તત્ત્વોનો સાક્ષી (જાણવાવાળો) તું આત્મા છે, તેથી તે તત્ત્વો તું નહિ અને તારાં પણ નહીં, તું તેથી જુદો છે.