69 ચોથી પ્રક્રિયા
ચોથી પ્રક્રિયા
પ્રથમ જે અંતઃકરણ આદિ પચીસ તત્ત્વો કહ્યાં તે બધાં તત્ત્વો પંચમહાભૂતના સાત્વિક, રાજસ તથા તામસ ભાગમાંથી થયાં છે, તેથી તે પંચમહાભૂતનાં કાર્ય જાણવાં. તું એનો દ્રષ્ટા સાક્ષી છે. શિષ્ય : હે ગુરુ ! એ પચીસ તત્ત્વો માંહેનાં કયાં કયાં તત્ત્વો; કયા SUL ભૂતના URLs, રાજસ તથા તામસ ભાગમાંથી પેદા થયાં છે તે કહો. ગુરુ : પંચભૂતના સાત્વિક ભાગમાંથી પાંચ અંતઃકરણ તથા પાંચ જ્ઞાનેંદ્રિયો થયેલ છે અને તે ભૂતોના રાજસ ભાગમાંથી પાંચ પ્રાણ તથા પાંચ કર્મેન્દ્રિય થયેલ છે તથા તામસ ભાગમાંથી પાંચ વિષયો થયા છે.
શિષ્ય : તમે આકાશ આદિ પંચભૂતોના સાત્ત્વિક વગેરે ભાગમાંથી પચીસ તત્ત્વોની ઉત્પત્તિ કહી; પણ એક એક ભૂતના એક એક સાત્ત્વિક, રાજસ તથા તામસ ભાગમાંથી જે જે તત્ત્વો ઉત્પન્ન થયાં છે, તે તે જુદાં જુદાં સ્પષ્ટ સમજાય તે રીતે કૃપા કરી કહો. ગુરુ : પંચભૂતના સાત્ત્વિક, રાજસ તથા તામસ ભાગમાંથી થયેલાં જુદાં જુદાં તત્તતોને સમજવા સારુ આ કોષ્ટક લખ્યું છે.