136 ચૈતન્યનું આત્મા સાથે એકત્વ
ચૈતન્યનું આત્મા સાથે એકત્વ
ચોપાઈ
જેને તું કહે છે દેવ,
તે તું ચૈતન્ય સ્વયમેવ;
બીજો દેવ માને જે કોઈ,
એ જ બંધન તેને હોઈ.
ટીકા : હે શિષ્ય ! જેને તું દેવ ચૈતન્ય સ્વયંપ્રકાશ એમ કહે છે, તે દેવ તું ચૈતન્ય સ્વયમેવ (પોતે જ) છે અને તે ચૈતન્યરૂપ સ્વયંપ્ર:’શ દેવ સર્વ પ્રાણીમાત્રમાં એક જ આત્મારૂપ છે; માટે ચૈતન્યરૂપ દેવ આત્મા હું છું એમ જાણવું અને અજ્ઞાનથી ચૈતન્યરૂપ આત્મદેવને ભૂલી “હું દેહ છું’ એમ માની તે ચૈતન્યરૂપ દેવ મારાથી બીજો ભિન્ન છે એમ જે કોઈ માને છે, તે ભેદ માનનાર અજ્ઞાનીને આ ભેદ માનવો એ જ બંધનનો હેતુ થાય છે.