99 ચાર દેઢથી આત્માની ભિન્નતા

ચાર દેઢથી આત્માની ભિન્નતા

હવે નીચેની બાવીસમી ચોપાઈમાં ચાર દેહથી (Hazy
આત્માના અપરોક્ષ જ્ઞાનનું ફળ કહે છે :
એવા ચાર દેહથી ન્યારો હોય,
તો હસણાં મુક્તિસુખ પામે સોય;
સર્વવ્યાપક સહુથી ન્યારો,
વિવેકદષ્ટિ કરી વિચારો.
ટીકા : પૂર્વે નિરૂપણ કર્યા એવા જે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ એ ચાર દેહ, તેથી ન્યારો કહેતાં ચાર દેહથી ભિન્ન પ્રકાશક શુદ્ધ સામાન્ય ચૈતન્ય આત્મા મારું સ્વરૂપ છે, એવા દઢ બોધથી દેહાધ્યાસનો ત્યાગ કરે, તો તે હમણાં જીવતાં જ એટલે આ દેહમાં જ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. શિષ્ય : હે ગુરુ ! ભેદદષ્ટિ કેવળ દુઃખનો હેતુ છે ને તે દુઃખની નિવૃત્તિ વેદાંતશાસ્રમાં પ્રતિપાદન કરેલા અભેદરૂપઆત્મજ્ઞાન વડે થાય છે અને મોક્ષ પણ તેથી જ થાય છે, એવું મેં શાસ્ત્રમાં સાંભળ્યું છે; તથાપિ તમે તો આત્માને ચાર દેહથીભિન્ન છે એમ નિરૂપણ ડરો છો, ત્યારે આત્માથી દેઢ જુદો અને દેહથી આત્મા જુદો; તેમ જ આત્માથી ભૂતભૌતિક પ્રપંચ જુદો અને પ્રપંચથી આત્મા જુદો એમ પરસ્પર Geel 2a સિદ્ધ થાય છે. તેનાથી અઠ્દેતસિદ્ધાંતમાં વિરોધ આવે છે; માટે તેનું સમાધાન સંક્ષેપથી કૃપા કરીને કહો.