3 ચાર અનુબંધનું નિરૂપણ
ચાર અનુબંધનું નિરૂપણ
અધિકારી, વિષય, સંબંધ ને પ્રયોજન એ ચાર અનુબંધજે ગ્રંથમાં હોય છે તેમાં વિવેકી પુરુષોની પ્રવૃત્તિ થાય છે. આપંચીકરણના અધિકારી આદિના અભાવથી આમાં કોઈની ચાંચનહિ ખૂંપે; તેથી આનો પ્રારંભ નિષ્ફળ છે, એવી શંકા રાખવામાટે આમાં બીજી ચોપાઈથી વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ,મોક્ષેચ્છા એ ચાર સાધનોથી સંપન્નને આ પંચીકરણનો અધિકારી કહ્યો છે. તેમાં આત્મસ્વરૂપ નિત્ય છે અને તે સિવાયનું સર્વ અનિત્ય છે, એવો જે નિશ્ચય તેનું નામ વિવેક; આ લોકના તથા પરલોકના ભોગોને વિષે અનાસક્તિ એનું નામ વૈરાગ્ય; શમાદિ છ સંપત્તિ, તેમાં- ૧. શમ (સર્વ વાસનાનો ત્યાગ), 2. દમ (શબ્દાદિ બાહ્ય વિષયોથી ઇંદ્રિયોનો નિગ્રહ) , ૩. ઉપરતિ (સર્વપ્રપંચથી નિવૃત્તિ), ૪. તિતિક્ષા (શીતોષ્ણાદિ ઠંદ્રધર્મોની સહનતા), પ. શ્રદ્ધા (બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુનાં તથા વેદાંતશાસ્રનાં વાક્યોમાં ભક્તિ) અને ૬. સમાધાન (સલ્લક્ષ્ય જાણવા ચિત્તની એકાગ્રતા) તથા સંસારબંધનથી મુક્ત થવાની ઇચ્છા એનું નામ મોક્ષેચ્છા. એ સાધનયુક્ત અધિકારી અને આ ગ્રંથનો વિષય પ્રત્યક્ષ આત્માનો પરમાત્મા સાથે એકતારૂપ છે, તેનું આમાં ઘણે ઠેકાણે નિરૂપણ કરેલ છે. આ ગ્રંથનો અને અદ્વિતીય બ્રહ્મનો પ્રતિપાદક અને પ્રતિપાધ્ય eazy સંબંધ છે; એટલે આ ગ્રંથ અદ્વિતીય બ્રહ્મને પ્રતિપાદન કરનાર છે અને બ્રહ્મ પ્રતિપાદ્ય (પ્રતિપાદન કરવાને યોગ્ય) છે તથા જ્ઞાનનો અને પંચીકરણનો જન્યજનકભાવ સંબંધ છે; એટલે જ્ઞાનજન્ય (ઉત્પન્ન) થાય છે અને પંચીકરણ વિચાર દ્વારા જ્ઞાનનું જનક (ઉત્પન્ન કરનારું) છે. અજ્ઞાન અને જ્ઞાનનો નિવર્ત્યનિવર્તક ભાવસંબંધ છે; એટલે અજ્ઞાન નિવૃત્ત થાય છે અને જ્ઞાન તેને નિવૃત્ત કરે છે. આ ગ્રંથનું પરમાનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ તથા અજ્ઞાન Ulead જન્માદિ અનર્થની નિવૃત્તિરૂપ પ્રયોજન છે; તેથી આનો પ્રારંભ સફળ છે.