15 ઘડિયાળનો દાખલો
ઘડિયાળનો દાખલો
ATT Wat વાત્તો યુવા વૃદ્ધો Yat Wa: પુનસ્તથા |
શ્રમતીત્વેષ dart ઘટીયંત્રસમોડ્વશ: ॥
ટીકા : આ અજ્ઞાની જીવ સંસારમાં ઘટીયંત્રની પેઠે એટે જેમ કૂવા ઉપર રેંટમાં ઘટમાળ હોય તે ફરીને હેઠળ જઈ પાછી ઉપર આવે છે અને જેમ કુંભારનો ચાક (ચક્ર) તથા ઘાણીનો બળદ સદા ફરે છે, તેમ પરવશ થઈ જન્મે છે, બાળક થાય છે, જુવાન થાય છે; વૃદ્ધ થાય છે, મરે છે અને વળી પાછો જન્મે છે. અને અજ્ઞાનથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જન્મ-મરણરૂપી ઘટમાળમાં ફરી ફરી મહાદુઃખ ભોગવે છે. એ રીતે પૂર્વે કહેલાં ચોરાશી લક્ષ યોનિનાં દુઃખ શ્રવણ કરી શિષ્યના મનમાં અત્યંત ભય થયો અને એવી જિજ્ઞાસા થઈ કે, ‘દુ:ખ કેમ મટે ?’ પછી સ્મૃતિ થવાથી ગુરુને શરણે જઈ જન્મમરણાદિ દુઃખથી નિવૃત્તિ થવા માટે પ્રશ્ન પૂછ્યા, તે પ્રકારનું બીજી ચોપાઈમાં ક્રમથી નિરૂપણ કર્યું છે.