115 ગુરુનો ઉપદેશ

ગુરુનો ઉપદેશ

એ પ્રમાણે શિષ્યનો અનુભવ સાંભળીને, ગુરુ તેને થયેલો અનુભવ દઢ થવા માટે મનવાણીને અગોચર એવું જે નિષ્પ્રપંચ Wee બ્રહ્મનું સ્વરૂપ તેનું, બે દુહાથી નિરૂપણ કરે છે :
જ્યાં નહિ પિંડ બ્રહ્માંડ નહિ, નહિ એક ત્યાં દોય; પ્રકૃતિ-પુરુષ જ્યાં નહિ, સ્વયંપ્રકાશ સત સોય. ટીકા : જ્યાં (જે wea સ્વરૂપમાં) નહિ પિંડ કહેતાં શરીરનો સંબંધ નથી, તેમ જ બ્રહ્માંડનો પણ સંબંધ નથી, ત્યાં અર્થાત્‌ તે અદ્વૈત સ્વરૂપમાં એક-બે ઇત્યાદિ ગણના (ગણતરી) પણ નથી અને જેમાં પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે અવિદ્યા ઉપાધિમાન જીવ એ બંને નથી, તેનું સ્વયંપ્રકાશ, સત્ય, અદ્વિતીય સ્વરૂપ છે એમ જાણવું. વૃત્તિવ્યાપ્તિ તથા ફલવ્યાપ્તિ વૃત્તિવ્યાપ્તિ ફલવ્યાપ્તિ વિના, જેમનું તેમ સ્વરૂપ; સદા ઉદિત સ્વપ્રકાશ છે, મન-વાણી બિન રૂપ. ટીકા : વળી તે આત્મસ્વરૂપ વૃત્તિવ્યાપ્તિ તથા ફલવ્યાપ્તિ એ બંનેના સંબંધ વિના જેમનું તેમ અર્થાત્‌ જેવું છે તેવું જ સ્વાભાવિક સ્વરૂપ છે. શિષ્ય : વૃત્તિવ્યાપ્તિ અને sacha કોને કહેવાય તે કહો. ગુરુ : અંતઃકરણની વૃત્તિ ઘટાદિ પદાર્થોમાં વ્યાપી પદાર્થઆકારે જે સ્ફુરે છે તેનું નામ વૃત્તિવ્યાપ્તિ અને ચિદાભાસના પદાર્થમાં આ ઘટ છે એવું જે જ્ઞાન થવું તેનું નામ saeuh, અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક આત્માનું જે વિષયજ્ઞાન, તેની ઉત્પત્તિ થવા માટે માત્ર વૃત્તિવ્યાપ્તિની અપેક્ષા છે, ફલવ્યાપ્તિની અપેક્ષા નથી. જેમ પોતે જ પ્રકાશસ્વરૂપ એવા સૂર્યને જોવા માટે કેવળ નીરોગી નેત્રની અપેક્ષા છે, પણ બીજા દીપાદિકની અપેક્ષા નથી, તેમ સ્વયંપ્રકાશરૂપ આત્માને જાણવા માટે વૃત્તિવ્યાપ્તિની અપેક્ષાછે, ફલવ્યાપ્તિની અપેક્ષા નથી; અને બાહ્ય જે ઘટપટાદિક પદાર્થો છે, તેને જોવા માટે વૃત્તિવ્યાપ્તિ તથા ફલવ્યાપ્તિ એ બન્નેની અપેક્ષા છે. જેમ અંધકારમાં ઘટ છે તેને જોવાને નેત્ર તથા દીપક એ બશ્ેની અપેક્ષા છે, કેવળ નેત્રથી ઘટ દેખાય નહિ; તેમ જડ પદાર્થો ચિદાભાસ વિના કેવળ જડ અંતઃકરણની વૃત્તિથી દેખાતા નથી, કારણ કે એકલી વૃત્તિ જડ છે અને જે પદાર્થો જોવાના છે તે પણ જડ છે; માટે જડથી જડ ભાસે નહિ, તેથી તે પદાર્થો જાણવા ફલવ્યાપ્તિની અપેક્ષા છે. પણ અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક આત્મસ્વરૂપનો જે અનુભવ કરવો તેમાં તેની અપેક્ષા નથી, કેવળ વૃત્તિવ્યાપ્તિની જ અપેક્ષા છે. શિષ્ય : હે મહારાજ ! જ્યારે વૃત્તિથી આત્મા જણાય છે, ત્યારે વૃત્તિ દ્રષ્ટા થઈ અને આત્મા વૃત્તિનો દશ્ય થયો; તેથી આત્મા મન-વાણીને અગોચર છે એમ શ્રુતિ કહે છે તે અપ્રમાણ થશે; માટે dd સમાધાન કરો.

ગુરુ : હે ભાઈ ! મન કાંઈ આત્માને દશ્ય પદાર્થ પેઠે વિષય કરીને જોતું નથી; પણ મન દ્વારા વિચાર કરીને, અવિદ્યા તથા દેહાધ્યાસને નિવૃત્ત કરીને, આત્મા પોતે પોતાના સ્વરૂપે જ
પ્રકાશે છે; જેમ પુરુષ દર્પણથી પોતાનું મુખ પોતે જુએ છે, પણ દર્પણ કાંઈ મુખને જોતું નથી. દર્પણ મુખ જોવાનું માત્ર સાધન છે. મુખ જોયા પછી દર્પણને પણ તે મૂકી દે છે; તેમ જ મુમુક્ષુ પુરુષ મનની વૃત્તિથી વિચાર દ્વારા અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક સ્વપ્રકાશ આત્માનો અનુભવ કરીને વૃત્તિનો પણ ત્યાગ કરે છે; તેથી વૃત્તિવ્યાપ્તિ-ફલવ્યાપ્તિ વિના આત્માનું સ્વાભાવિક જેવું સ્વરૂપ છે તેવું જ કહ્યું. વળી તે આત્મસ્વરૂપ સદા ઉદિત સ્વયં પ્રકાશ છે.