9 ગુરુનો ઉપદેશ

ગુરુનો ઉપદેશ

ગુરુ : તું કોણ છે ? બ્રહ્મસ્વરૂપને તેં જાણ્યું છે ? શિષ્ય : હું મનુષ્ય છું, મારાથી બ્રહ્મસ્વરૂપ કેમ જાણી શકાય ? ગુરુ : હે ભાઈ ! આ તારો દેહ મનુષ્યોનો છે. દેહનો દ્રષ્ટા તું-આત્મા દેહથી જુદો છે, મનુષ્ય નથી. તું બ્રહ્મ છે, અજ્ઞાનથી જ તું કહે છે : “બ્રહ્મસ્વરૂપ કેમ જણાય ?’ શિષ્ય : હે મહારાજ ! તમે કહો છો : “તું બ્રહ્મ છે’, પણ બ્રહ્મ હું કેમ થાઉ ? હું તો સંસારી, સુખી, દુઃખી, કર્તા, ભોક્તા છું; માટે તમારો ઉપદેશ અનુભવમાં આવતો નથી. ગુરુ : હે મુમુક્ષુ ! તું વિચાર કરી જો કે, આ તારા દેહમાં અહંકાર છે તે સંસારી, સુખી, દુઃખી, કર્તા, ભોક્તા છે ને દશ્ય છે. તું તેનો દ્રષ્ય છે. દેહનાં લક્ષણ (જેમ બકરાંનાં સિંહ સાથે ન મળે તેમ) તારા આત્મા સાથે એક પણ મળતાં નથી અને બ્રહ્મનાં સત્‌, ચિત્‌, આનંદાદિ લક્ષણો તારા આત્મસ્વરૂપમાં મળે છે (જેમ સિંહનાં લક્ષણ સિંહ સાથે મળે છે તેમ) . જેમ બ્રહ્મ સત્ય છે, તેમ તું જાગ્રાદાદિ ત્રણે અવસ્થામાં સત્યરૂપ છે. જેમ બ્રહ્મ જ્ઞાનરૂપ છે, તેમ તું ત્રણે અવસ્થા જાણે છે; માટે જ્ઞાનરૂપ છે. જેમ બ્રહ્મ આનંદરૂપ છે. તેમ તું પણ પરમ છે, તેથી જ પરમ આનંદરૂપ છે. તું બ્રહ્મપેઠે “અસ્તિ, જાયતે’ આદિ છ વિકારરહિત છે. આ તારો દશ્ય અસત્ય છે. જડ દુઃખરૂપ રર પંચીકરણ અને છ વિકારવાળો છે. આ દેહ સાથે તારે કોઈ પણ વાસ્તવિક સંબંધ નથી. કેવળ તારા સ્વરૂપના અજ્ઞાનથી સુખ-દુઃખ, કર્તૃત્વભોક્તૃત્વ વગેરે અંતઃકરણના ધર્મો ભ્રાંતિથી આત્મામાં તેં માન્યા છે. વસ્તુતઃ તું શુદ્ધ બ્રહ્મ છે. તારામાં સંસાર નથી, તેમજ ભાગવતમાં પણ એકાદશસ્કંધના ર૮મા અધ્યાયમાં શ્રીભાગવતનું ઉદ્ધવજી પ્રતિ ઉપદેશવાક્ય છે.