26 ગુરુના શરણ અને ઉપદેશનો પ્રકાર

ગુરુના શરણ અને ઉપદેશનો પ્રકાર

અજ્ઞાની જે જીવ તેણે કામક્રીધાદિરૂપ દુર્જનોના સંગથી આત્મબોધરૂપી ધન ખોઈ નાખ્યું અને હું સંસારી, કર્તા, ભોક્તા છું એમ અજ્ઞાનને કારણે પાપપુણ્યાદિ કર્મોના સંબંધથી યમરાજાનો તે કરજદાર થયો અને તે પાપપુણ્યાદિ સર્વ કર્મ પાછાં ભોગવવા સારું યમરાજાના કાગળમાં લખાય છે, જેથી પાછો જન્મે ને મરે છે. એમ કરતાં તે કર્મોના ફળરૂપ જન્માદિ દુઃખથી છૂટવા સારુ કોઈ દૈત્યવાદ ગુરુને શરણે જઈને તેમનું સેવન કર્યું; તોપણ જન્મમરણથી છૂટવાનો કોઈ સદુપદેશ તેની પાસેથી મળ્યો નહિ અને તેનું તે જ દુઃખ રહ્યું અને સંસારના ક્લેશથી ઘણો પીડાવા લાગ્યો. તેવામાં પૂર્વનાં પુણ્યથી કોઈ સન્માર્ગે ચલાવવાવાળો જ્ઞાનવાન મિત્ર મળ્યો. તે કહેવા લાગ્યો : “હે ભાઈ ! એ ભેદવાદી ગુરુ જે ધન માત્ર હરણ કરવાવાળા છે, તેના સેવનથી શોક, જન્મમરણરૂપી દુઃખથી નિવૃત્ત થઈને પરમપદની પ્રાપ્તિ થવાની નથી; મારે તેનો ત્યાગ કરીને કોઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વૈરાગ્યવાન અને પરમ ધ્યાળુ એવા ગુરુને શરણે જઈને નિષ્કપટથી ને નિષ્કામતાથી, કાયાથી, વાચાથી અને સાચા મનથી તેનું સેવન કરે, જેથી તેઓ તારા ઉપર પ્રસન્ન થઈને તારો જન્મમરણનો કાગળ યમરાજાને ત્યાં લખાયેલો છે, તે ફડાવી નાખવાનો ઉપાય બતાવશે.’ તે મિત્રનાં એવાં વચન સાંભળીને, બ્રહ્મવેત્તા ગુરુને શરણે જઈ, તેમનું આરાધન કરીને ગુરુને પ્રસન્ન કર્યા, ત્યારે ગુરુ કૃપા કરીને કહે છે કે, તારી શી ઇચ્છા છે ? તારું જે કાંઈ દુઃખ હશે તે દૂર કરવાનો ઉપાય હું તને બતાવીશ. ત્યારે શિષ્ય કહે છે : “હે મહારાજ | અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રણ તાપોથી ગ્રીષ્મત્કતુના મધ્યાહ્કાળના સૂર્યના તાપથી જેમ પાણી તપે છે; તેમ હું તપું છું અને મેં જે પાપપુણ્યાદિક કર્મો કર્યા છે, તેમની નોંધ યમરાજાને ત્યાં છે, તે નોંધનો કાગળ ફાટે એવો ઉપાય બતાવો, જેથી હું મુક્ત થાઉં.’ તે સાંભળી ગુરુ કહે છે :સર્વ પાપકર્મનો ત્યાગ કરીને, પુણ્યકર્મનાં ફળ હરિને અર્પણ કરીને, શમાદિ સારાં સાધન કરીને અને દુર્જનોનો સંગ છોડી મારા ઉપદેશમાં તું વિશ્વાસ રાખ. તે ઉપદેશ એ છે કે જે આ સ્થૂલ દેહ તું નથી. એ દશ્ય છે એટલે દેખાય છે. તું એનો દ્રષ્ટા છે, એટલે જોવાવાળો આત્મા છે; તેથી તે તું નહિ. આ દેહનો નાશ થયેથી તેને બાળી નાખે છે એટલે તે કાંઈ કર્મને ભોગવી શક્તો નથી અને તેનો સાક્ષી જે તું આત્મા તે તો પૂર્ણ અને વ્યાપક છે. તેને કાંઈ આકાશની પેઠે જવું આવવું નથી અને તે કંઈ કર્મનાં ફળને ભોગવતો નથી. ત્યારે બાકી રહ્યો ચિદાભાસરૂપ જીવસંયુક્ત સૂક્ષ્મ દેહ, તે પાપ-પુણ્યકર્મના સંબંધથી ઊંચ-નીચ શરીરમાં જઈને જન્મમરણ દ્વારા સુખદુઃખ ભોગવે છે. તે સૂક્ષ્મ દેહનો પણ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપભૂત સચ્ચિદાનંદ આત્માની અભેદ જ્ઞાનથી નાશ થાય છે ને કર્મ પણ બધાં જ્ઞાનાગ્નિથી બળી જાય છે. ત્યારે કર્મનો salભોક્તા કોઈ રહ્યો નહિ; તેથી યમરાજાનો કારભારી તે કોનાં કર્મને લખે વારુ ? તેથી યમરાજા તેનો કાગળ તરત ફાડી નાખે છે. તે સારું દેહ, ઇંદ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારમાંથી અહઠંબુદ્ધિ મુષ્ટિ દઈને તથા તે દેહેદ્રિયાદિકના સંધાતમાંથી પણ અહંબુદ્ધિ મૂકી દઈને, તે દેહાદિકનો પ્રકાશક સચ્ચિદાનંદ, નિત્યમુક્ત, અભોક્તા, હું આત્મા છું એવું જ્ઞાન-સંપાદન કરવું ને એ જ જ્ઞાનથી મોક્ષ થાય છે. તે જ્ઞાન વિના જન્મમરણ ટાળવાને બીજું કોઈ પણ મુખ્ય સાધન નથી. Bra: હે મહારાજ | મારાં કર્મો ઘણા કાળનાં અસંખ્ય છે તથા જ્ઞાનનું કાર્ય દેહાધ્યાસ પણ બહુ કાળથી છે, તે દૂર થવાને ઘણો કાળ જોઈએ ને તમે કહ્યું કે, સદ્ગુરુનાં વચનોમાં વિશ્વાસ રાખ્યાથી તરત તારા જન્મમરણનો કાગળ ફાટશે, તે “કેમ નક્કી થાય ?’