14 ગભંવાસનું દુઃખ

ગભંવાસનું દુઃખ

અહાહા ! પશુશરીર ધારણ કરવામાં કેવું દુઃખ છે, તે સ્પષ્ટ જોવામાં આવે છે; તેથી એમ સિદ્ધ થયું કે, આત્મજ્ઞાન વિના મનુષ્યદેહનો નાશ થયા પછી જીવ ચોરાશી લક્ષ યોનિમાં અનેકપ્રકારનાં જન્મમરણનું દુઃખ ભોગવે છે. જયારે જીવ માતાના ઉદરમાં ગર્ભવાસ કરે છે, ત્યારે તે ઠેકાણે તેને મળ, મુત્ર, રુધિર, માંસ અને લીલા પીળા કફ આદિ ધાતુથી, કૃમિથી તથા જઠરાગ્નિથી અનેક પ્રકારનાં દુઃખ થાય છે. નરકવાસ કરતાં ગર્ભવાસમાં કાંઈ ફેર દેખાતો નથી. ગર્ભવાસ એજ મોટું નરક છે. જન્મ વખતે પણ માતાને તથા ગર્ભને જે દુઃખ થાય છે તે અવાચ્ય છે; કેમ કે તે વેળાએ થતું દુઃખ માતાના તથા ગર્ભના જ અનુભવમાં આવે છે. બાલ્યાવસ્થામાં પરાધીનતાથી અને યૌવન અવસ્થામાં સ્રી આદિ વિષયોની ઇચ્છાથી તથા વૃદ્ધાવસ્થામાં અશક્તિથી, અનેક પ્રકારના રોગોથી અને પુત્ર, સ્રી આદિના અનાદરથી બહુ દુઃખ થાય છે. તેનો અનુભવ સહુ કોઈને પ્રકટ જણાય છે; તેમજ મરણ વખતે પણ આખા શરીરમાં અસંખ્ય વીંછી એકી વખતે ડંખ મારતા હોય ને જેવું દુ:ખ થાય તેવું જ દુઃખ થાય છે અને જીવતા માણસના હાથ, પગ આદિ અંગો કરવતથી કાપ્યાથી જેવું દુઃખ થાય, તેવું જ દુઃખ મૃત્યુ વખતે થાય છે. એ રીતે અજ્ઞાની, પરાધીન, પાપી જીવોને વારંવાર જન્મમરણાદિ દુ:ખ થયા કરે છે. તે વિષે દષ્ટાંત આપીને શ્રી શંકરાનંદ મુનિએ આત્મપુરાણમાં કહ્યું છે :