79 કારણદેહનું નિરૂપણ
કારણદેહનું નિરૂપણ
ચોપાઈ
ત્રીજો કારણ દેહ અજ્ઞાન,
તેનો તું દ્રષ્ટા પોતે સ્વરૂપ જ્ઞાન;
તેથી વિલક્ષણ તું આત્મા જાણ,
તે તું નહિ અનુભવ પ્રમાણ.
ટીકા : AS Bode છે અને બીજો સૂક્ષ્મદેહ છે. એ બે દેહની અપેક્ષાથી કારણદેહ ત્રીજો એમ કહેવાયો, અજ્ઞાનનું નામ કારણ દેહ છે. શિષ્ય : અજ્ઞાનનું નામ કારણદેહ કેમ કહેવાયું ? ગુરુ : અજ્ઞાનમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ એ બે દેહરૂપી કાર્ય થાય છે, તે માટે અજ્ઞાન તે બે દેહનું કારણ થયું; તેથી તે અજ્ઞાનનું કારણ દેહ એવું નામ પડ્યું છે, અને જેમ સ્થૂળ ને સૂક્ષ્મ એ બે દેહનો તું દ્રષ્ટા છે, તેમ જ કારણદેહનો પણ તું દ્રષ્ટા છે. તું પોતે જ્ઞાનરૂપ છે; માટે તે અજ્ઞાનરૃપ ત્રીજો કારણદેહ તું નથી. શિષ્ય : હે મહારાજ ! સ્થૂળ દેહનાં સર્વ તત્ત્વો દેખવામાં આવે છે; તેમ જ સુક્ષ્મ દેહનાં arc પણ અનુમાનથી ખુલ્લી રીતે જાણવામાં આવે છે અને એ સર્વ દશ્ય છે, હું તે સ્થૂળ તથા સૂક્ષ્મ એ બે દેહનો દ્રષ્ટા છું, એમ પ્રસિદ્ધ અનુભવ થાય છે, પણ તમે ત્રીજા કારણદેડરૂપ જે અજ્ઞાન કહ્યું, તે પ્રત્યક્ષ દેખાતું નથી અને અનુમાનથી પણ જણાતું નથી, ત્યારે એ અજ્ઞાન દશ્ય છે અને હું તેનો દ્રષ્ટા છું એવો મને કેમ અનુભવ થાય, તે કૃપા કરી કહો.