86 કારણદેહનાં તત્ત્વોથી આત્માની ભિન્નતા
કારણદેહનાં તત્ત્વોથી આત્માની ભિન્નતા
એ કારણદેહનાં આઠ તત્ત્વ કહી,
બીજાં તત્ત્વ એમાં નહીં;
તું એનો સાક્ષી સચ્ચિદાનંદ,
નિત્ય નિરંતર પરમાનંદ.
ટીકા : પૂર્વે કહેલા એ કારણદેહમાં આઠ જ તત્ત્વો કહી આવ્યા. જેવાં કે ૧. સુષુપ્તિઅવસ્થા”, ૨. હૃદયસ્થાન ૩. પશ્યંતી વાચા, ૪. આનંદભોગ, પ. દ્રવ્વશક્તિ, ૬. તમો- ગુણ, ૭. મકારમાત્રા અને ૮. પ્રાજ્ઞ અભિમાની. એ વિના બીજાં તત્ત્વો એમાં (કારણદેહમાં) નથી. અને એ જે ત્રીજો કારણદેહ નિરૂપણ કર્યો, તે કારણદેહમાં “આનંદમય એ નામે પાંચમો
કોશ છે.