80 કારણદેહથી આત્માની (raat

કારણદેહથી આત્માની (raat

 

ગુરુ : હે ભાઈ ! ત્રીજા કારણદેહરૂપ અજ્ઞાનનો ત્રણ પ્રકારે તું el છે. શિષ્ય : કયા ત્રણ પ્રકારથી હું અજ્ઞાનને જાણું છું તે કહો. ગુરુ : પ્રથમ તું એમ કહે છે, “સ્થૂળ તથા સૂક્ષ્મ દેહને હું જાણું છું, પણ હું મને જાણતો નથી; જે હું કોણ છું’ એનું નામ જ અજ્ઞાન. તે અજ્ઞાનનો તું get છે; કેમ કે “હું મને નથી જાણતો એવું કહેવું તે જ્ઞાન વિના બને નહિ. અને “હું મને નથી જાણતો* એવું જેણે જાણ્યું, તે જ તું જ્ઞાનરૂપ છે. જ્ઞાન વિના એવું જાણવું તથા કહેવું સંભવે જ નહિ. અને જો તું જ્ઞાનરૂપ ન હોય ને અજ્ઞાની જડરૂપ હોય, તો “હું મને નથી જાણતો’ એવું કહેવું તારાથી કેમ બને ? જેમ માટીનો ઘડો જડ તથા જ્ઞાનહીન છે, તેથી “હું મને જાણતો નથી’ એમ કોઈ વખતે કહેતો નથી અને તું તો તેમ કહે છે; માટે “હું મને જાણતો નથી,’ એવું તારું કહેવું એ જ અજ્ઞાન છે ને એ અજ્ઞાન તારું દશ્ય છે અને તું એનો દ્રષ્ટા છે. બીજો પ્રકાર એ છે કે તું એમ કહે કે, “હું અજ્ઞાની છું.’ તે કહેવાથી એમ સિદ્ધ થાય છે કે, અજ્ઞાનને પ્રથમ દશ્યરૂપ તેં પોતે જાણ્યું છે, ત્યાર પછી તેનો પોતામાં અધ્યારોપ કરી “હું અજ્ઞાની છું એમ કહે છે; તેથી પણ અજ્ઞાનને જાણવાવાળો જ્ઞાનરૂપ તું આત્મા અજ્ઞાનથી જુદો છે ને જો અજ્ઞાનથી તું જુદો ન હોય તો “હું અજ્ઞાની છું’ એવું કહેવું બને નહિ. જેમ સ્થૂળદેહના જાડા, પાતળા, કાળા, ગોરા ધર્મોને તું જાણે છે કે, આ મારો દેહ જાડો, પાતળો, કાળો અને ગોરો છે અને તે સ્થૂળદેડ તથા તેના ધર્મોને જાણનાર તું પોતે આત્મા તેનાથી જુદો છે એમ સિદ્ધ થાય છે; તોપણ ભૂલથી હું જાડો, પાતળો, કાળો, ગોરો છું, એમ માની લે છે; તેમ જ અજ્ઞાનને દશ્યરૂપ જાણીને ભૂલથી “હું અજ્ઞાની છું’ એમ અધ્યારોપ કરે છે. માટે વિચાર કરીને અનુભવથી જોઈશ તો એ અજ્ઞાનને જાણવાવાળો તું તેનાથી જુદો છે અને જો તું જ્ઞાનરૂપ આત્મા અજ્ઞાનને જાણવાવાળો અજ્ઞાનથી જુદો ન હોય, તો “તું અજ્ઞાની છું’ એમ કહેવું તથા જાણવું કદી સિદ્ધ ન થાય. ત્રીજો પ્રકાર એ છે કે અજ્ઞાનનાં કાર્ય જે બે અસત્‌ તથા અભાનરૂપ આવરણ છે તેને તું જાણે છે.