32 ઉપદેશ-ધ્યાન વિષેના દષ્ટાંત
ઉપદેશ-ધ્યાન વિષેના દષ્ટાંત
જેમ કોઈ બે પડોશીઓ પરસ્પર ઇર્ષા રાખતા હોય, ‘તેમાં એક જણ કોઈ બીજા પુરુષ પાસે પોતાના પડોશીની કાંઈ વિરુદ્ધ વાત ઘરમાં કરતો હોય, તે વખતે બીજો ધણી આ મારી વાત કરે છે, અવું જાણતાં જ પોતાના ઘરનાં બારણાં યા બારીમાં સામા ધણીને ખબર ન પડે એ રીતે સંતાઈને એકાગ્ર ચિત્તથી તે થતી વાતો સાંભળે છે અને તે સાંભળવા વખતે નડતી અડચણો જેવી કે ટાઢ, તડકો આદિ સહે છે અને ભૂખ-તરસમાં મન જતું નથી અને સર્વ વાત એકાગ્ર મનથી સાંભળે છે, તે યાદ રાખે છે અને કામ પડે ત્યારે સંભારે પણ છે; માટે તેનું જેમ તે વાતમાં એકાગ્ર મન છે, તેમ જ ગુરુના સદુપદેશમાં પણ એકાગ્ર મન મુમુક્ષુએ રાખવું જોઈએ. અને શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, માન, અપમાન વગેરેને સહન કરી ઉપદેશમાંથી પોતાના મનને બીજે ઠેકાણે જવા દેવું ન જોઈએ. જેમ કોઈ ધનની ઇચ્છાવાળો પુરુષ પોતાને ધન મળે તે માટે બહુ ઉપાયો કરે છે, તેને કોઈ એક પુરુષે કહ્યું કે હું તને ધન મળવાનો એક ઉપાય બતાવું છું, તે સમગ્ર એકાગ્ર મનથી ધારણ કરીને, તે પ્રમાણે કરીશ તો તને ઘણું ધન મળશે. તે વાત સાંભળીને ધનેચ્છુ પુરુષ ધન પ્રાપ્ત થવાની વાત જેમ એકાગ્ર . મનથી ધારણ કરે છે તથા જેમ કોઈ સ્વર્ગ પ્રાપ્ત થવાની ઈચ્છાવાળા પુરુષને સ્વર્ગ મળવાનો ઉપાય કોઈ બતાવે, તેને સ્વર્ગેચ્છુ એકાગ્ર મનથી ધારણ કરે છે, તથા પોતાનો જય ઇચ્છનાર પુરુષને જય મળવાના કોઈ સારા ઉપાય બતાવે તેને જ્યેચ્છુ પુરુષ જેમ એકાગ્ર મનથી ધારણ કરે છે, તેમજ મુમુક્ષુ પુરુષ સચ્ચિદાનંદ આત્માનો બોધ પામવા સારુ સદગુરુના ઉપદેશરૂપ વચનોને એકાગ્ર મનથી ધારણ કરે અને તે મુમુક્ષુ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ દ્વારા વેદાંતશાસ્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે; જેમ કે અરણ્યમાં કોઈ વા્જિત્ર-વાદન સાથે ગાયન કરતો હોય, તેમાં જેમ મૃગ (હરિણ) એકાગ્રચિત્ત રાખીને રાગ સાંભળે છે, તેમ એકાગ્રચિત્તથી ગુરુના મુખથી શબ્દોના તાત્પર્યાર્થ સહિત વેદાંતશાસ્તરનું શ્રવણ કરવું અને ત્યાર પછી જે શ્રવણ કર્યું છે, તેનું જ યુક્તિથી તથા દષ્ટાંતથી જે રીતે સંશય નાશ પામે તે રીતે મનન કરવું. જેમ ગાય ચરી આવી નિવૃત્તિથી બેસીને પાછું વાગોળીને તૃપ્ત પામે છે, તે જ રીતે વેદાંતનું શ્રવણ કરેલું પાછું મનમાં યાદ કરી એકાંતમાં અધિક મનન કરવાથી દંઢ બોધરૂપી તૃપ્તિ થાય છે.