146 ઉપક્રમોપસંહારાદિ છ લિંગ

ઉપક્રમોપસંહારાદિ છ લિંગ

શિષ્ય ઃ છ પ્રકારનાં લિંગ(લક્ષણો)નાં નામ કહો. ગુરુ : ૧ ઉપક્રમોપસંહાર, 2. અભ્યાસ ૩. અપૂર્વતા, ૪. ફળ, પ. અર્થવાદ અને ૬. ઉપપત્તિ : એ છ પ્રકારનાં લક્ષણોનાં નામ છે. શિષ્ય : ઉપક્રમ-ઉપસંહાર કોને કહેવાય ? ગુરુ : પ્રકરણથી પ્રતિપાધ જે અર્થના પ્રકરણના આદિ અંત વિષે પ્રતિપાદન કરવું તે ઉપક્રમ-ઉપસંહાર કહેવાય છે. જેમ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયમાં પ્રકરણથી પ્રતિપાધ જે એક lala તથા સ્વગત સજાતીય ને વિજાતીય ભેદરહિત બ્રહ્મ વસ્તુ, તેનું પ્રકરણના આરંભમાં પ્રતિપાદન કરીને પ્રકરણની
સમાપ્તિમાં આ સર્વ જગત આત્મરૂપ છે એમ ઉપસંહાર કર્યો છે. શિષ્ય : હે ગુરુ ! અભ્યાસ કોને કહેવાય તે કહો. ગુરુ : પ્રકરણથી પ્રતિપાધ જે અદ્િતીય બ્રહ્મ વસ્તુ તેનું
પ્રકરણમાં વારંવાર પ્રતિપાદન કરવું તેનું નામ અભ્યાસ. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલક મુનિએ પોતાના પુત્ર શ્વેતકેતુને “તે તું છે’ (તે બ્રહ્મ તું પ્રત્યગાત્મા છે) એમ વારંવાર (નવ વખત) ઉપદેશ કર્યો છે; તે અભ્યાસ કહેવાય. શિષ્ય : અપૂર્વતા કોને કહેવાય તે કહો. ગુરુ : પ્રકરણથી પ્રતિપાદિત જે અદ્રિતીય આત્મવસ્તુ તેનું બીજાં પ્રમાણોથી જે અવિષયીકરણ (પ્રતિપાદન ન થવું) તેનું નામ અપૂર્વતા તે જેમ ઉપનિષદમાં શ્રુતિ વિના બીજાં પ્રમાણોથી બ્રહ્મનું અપ્રતિપાધપણું કહ્યું છે અથવા બ્રહ્મ સ્વપ્રકાશરૂપ છે, તે હેતુથી તેને જાણવા માટે બીજા કોઈ પ્રમાણની અપેક્ષા નથી; તેથી તે બ્રહ્મનું અપૂર્વપણું જાણવું. શિષ્ય : ફળ કોને કહેવાય તે કહો. ગુરુ : પ્રકરણથી પ્રતિપાદન કરેલું જે આત્મજ્ઞાન તેનું અથવા આત્મજ્ઞાનના સાધનરૂપ શ્રવણાદિકના અનુષ્ઠાનનું તે તે ઠેકાણે શ્રુતિમાં સાંભળવામાં આવેલા પ્રયોજનનું નામ ફળ. તે જેમ “બ્રહ્મનિષ્ઠ આચાર્ય (હુરુ)ના ઉપદેશથી પુરુષ આત્માને જાણે
છે’, “બ્રહ્મને જાણનાર બ્રહ્મરૂપ જ છે’, “આત્મતત્ત્વને જાણનાર શોકને તરે છે.” એલે ગુરુ દ્વારા શ્રવણાદિક સાધનથી કહેલું જે જ્ઞાનપ્રાપ્તિરૂપ પ્રયોજન અને તે જ્ઞાનથી કહેલી જે મોક્ષની પ્રાપ્તિ તે ફળ છે એમ કહેવાય છે. શિષ્ય : અર્થવાદ કોને કહેવાય તે કહો. ગુરુ : પ્રકરણથી પ્રતિપાદન કરેલું જે અદ્વિતીય બ્રહ્મરૂપ તેની તે તે ઠેકાણે જે પ્રશંસા (સ્તુતિ) તેનું નામ અર્થવાદ. તે જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે, સમગ્ર પ્રપંચનું અધિષ્ઠાનરૂપ જે બ્રહ્મ તેના શ્રવણથી ન શ્રવણ કરેલો જે સર્વ પ્રપંચ તે શ્રવણ કરેલો થાય છે, તેમ જ જે બ્રહ્મના જ્ઞાનથી ન જાણેલું સર્વ જગત તે જાણવામાં આવે છે, ઇત્યાદિ જે પ્રશંસા તે અર્થવાદ છે એમ કહેવાય. શિષ્ય : ઉપપત્તિ કોને કહેવાય તે કૃપા કરી કહો. ગુરુ : પ્રકરણથી પ્રતિપાદિત જે અદ્દિતીય આત્મવસ્તુ તેને દૃષ્ટાંતોથી જે પ્રતિપાદન કરવું તેનું નામ ઉપપત્તિ. તે જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે, એક મૃત્તિકાના Mod જાણવાથી ઘટશરાવાદિક મૃદ્ધિકાર સર્વ મૃત્તિકામાત્ર જાણવામાં આવે છે ને તે ઘટાદિ નામરૂપનું મિથ્યાત્વ જણાય છે, તેમ જ એક સુવર્ણને જાણવાથી કડાંકુંડલાદિ સર્વ સુવર્ણમાત્ર જાણવામાં આવે છે. કટકકુંડલાદિ વિકાર સર્વ કહેવા માત્ર છે, વસ્તુતઃ સાચાં નથી. એક સુવર્ણ જ સત્ય છે ઇત્યાદિ દષ્ટાંતરૂપ યુક્તિથી નામરૂપાત્મક જગતનું મિથ્યાત્વ નિરૃપણપૂર્વક અદ્વિતીય બ્રહ્મનું
પ્રતિપાદન તે ઉત્પત્તિ કહેવાય છે. એ રીતે ઉપક્રમોપસંહારાદિ છ (Goel ud વેદાંતવાક્યોનું અદ્વિતીય બ્રહ્મમાં તાત્પર્ય જાણવારૂપી શ્રવણ કરીને પછી મનન કરવું.