87 આનંદમયકોશ

આનંદમયકોશ

શિષ્ય : આનંદમયકોશ કોને કહેવાય તે કહો.
૧. સૂક્ષ્મ વિચારના સંસ્કારરૂપ વાચા. ૨. નિર્વિષય સુખનો ભોગ. ૩. જાગ્રત આદિ વ્યવહારને અનુકૂળ પદાર્થો ઉત્પન્ન થવાના કારણરૂપ શક્તિ. ૪. USI અક્ષર એ જ માત્રા, પ. સુષુપ્તિ-અવસ્થાનું અભિમાન કરનારું ચૈતન્ય. ગુરુ : કારણશરીરરૂપ અવિધામાં જે મલિન તત્ત્વ છે, તેમાં પ્રિય, મોદ અને પ્રમોદ એ ત્રણ પ્રકારની વૃત્તિથી જે આનંદ થાય છે, તેને આનંદમયકોશમાં કહેવામાં આવે છે. શિષ્ય : હે મહારાજ ! પ્રિય મોદ અને પ્રમોદ એ ત્રણ પદનો અર્થ કહો. ગુરુ : પોતાના ઇષ્ટ (ગમતા) જે પદાર્થો તેમને દેખીને જે જ NaN 5 > આનંદ થાય છે; તેમને પ્રિય કહેવાય છે તથા તે ગમતા ક ક પદાર્થોનો લાભ થપાથી જે આનંદ થાય છે, તે મોદ કહેવાય છે; 7 અને ગમતા પદાર્થોને ભોગવ્યાથી જે આનંદ થાય છે, તે પ્રમોદ કહેવાય છે. એ રીતે વિષયના સંબંધથી પ્રિય, મોદ અને પ્રમોદરૂપ ત્રણ પ્રકારની જે વૃત્તિ થાય છે, તેને આનંદમય કહેવાય અને તે વિષયજન્ય આનંદથી શુદ્ધ નિર્વિકાર આનંદરૂપ આત્મા જાણતો નથી અને ઢંકાયો છે; તેથી તે પ્રિય આદિ ત્રણ પ્રકારના આનંદયુક્ત જે અવિદ્યામાં મલિન સત્ત્વ છે, તેની આનંદમયકોશ એવી સંજ્ઞા છે. તે આનંદમયકોશનો પ્રકાશક સર્વ આનંદનો મૂળભૂત આનંદરૂપ તું આત્મા છે, તે કોશરૂપ નથી અને તું આત્મા એ કારણદેહનો, કારણદેહનાં તત્ત્વોનો તથા આનંદમયકોશનો સાક્ષી છે અને તું સચ્ચિદાનંદ છે. નિત્ય નિરંતર (ભેદરહિત) નિરતિશય (જેથી કોઈ અધિક નથી) એવો પરમ આનંદરૂપ છે.