151 આત્માનું નિત્યમુક્તત્વ

આત્માનું નિત્યમુક્તત્વ

જ્યારે કોઈ જાણનાર પુરુષ કંઠમાં જ બતાવે છે, ત્યારે તે આભૂષણ પ્રાપ્ત થયાની પેઠે ભાસે છે; પણ પ્રાપ્ત ન હતું ને પ્રાપ્ત થયું એમ નથી, પ્રાપ્ત જ છે, તેથી સચ્ચિદાનંદ પરમાત્મા સદા પ્રાપ્ત જ છે. અને “જેમનો તેમ અભંગ’ એ પાદના ભાવાર્થથી એમ જણાય છે કે, પ્રત્યગાત્મા સ્વભાવે જ પરમાત્મારૂપ છે તથા મુક્તરૂપ છે. પ્રથમ જીવરૂપ છે ને પછી પરમાત્મારૂપ થાય છે એમ નથી. પ્રથમ બંધનવાન છે ને પછી મુક્ત થાય છે એમ નથી. જેમ સૂર્ય વિષે રાત્રિ ને દિવસ એ બેય નથી, તેમ નિરંતર અચિંત્ય ચૈતન્યઘન પરિપૂર્ણ પ્રત્યગાત્મા વિષે બંધન ને મોક્ષ એ બેય પારમાર્થિક નથી ને ala પણ કહે છે કે, “બ્રહ્મરૂપ થકી જ બ્રહ્મને પ્રાપ્ત થાય છે’, “મુક્ત થકી જ મુક્ત થાય છે.’ ને જો કહીએ કે પ્રથમ જીવરૂપ છે ને પછી કર્મોપાસનાદિ સાધનોથી પરમાત્મારૂપ થાય છે, તો એમ કહેવું પણ યોગ્ય નથી; કેમ કે જો પરમાત્મારૂપ નહોતો ને થયો તો તે મટી જશે, સર્વદા નહિ રહે. જેમ પ્રથમ ત્રાંબું છે ને પછી કોઈ ઔષધિના રસથી પીળા રંગથી સોનું થયું એમ ભાસે, તો તે પણ કાળાંતરે ઔષધિની શક્તિના નાશથી સુવર્ણપણું મટી જાય છે. તે માટે પ્રત્યગાત્માને, સ્વભાવે જ પરમાત્મારૂપ છે એમ જાણવો. કર્મથી વા ઉપાસનાથી પરમાત્મારૂપ થાય છે એમ નથી, તેથી જેમનો તેમ અભંગ કહ્યો. તે પ્રત્યગાત્માનો બોધ બ્રહ્મનિષ્ઠ સદગુરુના સમાગમથી થાય છે તે માટે સત્સંગ સદાકાળ કરવો. સત્સંગથી સંસારબંધનની નિવૃત્તિપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે વિષે શ્રીજ્ઞાનગીતાનું પ્રમાણ કહે છે.