113 આત્માની વ્યાપકતા

આત્માની વ્યાપકતા

એ રીતે ચોપાઈના પૂર્વાર્ધમાં કલ્પિતરૂપ સર્વ દેહાદિ પ્રપંચથી ભિન્નરૂપ અદ્દિતીય આત્માનાજ્ઞાનથી મોક્ષરૂપ આત્મસુખની પ્રાપ્તિ આ જ દેહમાં થાય છે એમ નિરૂપણ કર્યું. હવે ચોપાઈના ઉત્તરાર્ધમાં સર્વત્ર જગતમાં અધિષ્ઠાનરૂપથી આત્મા વ્યાપક છે ને તે કલ્પિત જગતથી જુદો છે એમ ત્તિરૂપણ ડરે છે. “સર્વવ્યાપક સહુથી ન્યારો ઇતિ’ તે આત્મા સર્વવ્યાપક અર્થાત્‌ નામરૂપાત્મક સર્વ બ્રહ્માંડમાં અરિત, ભાતિ, પ્રિયરૂપથી વ્યાપક છે; જેમ દાગીનામાં સુવર્ણ વ્યાપક છે અને સહુથી ન્યારો, અર્થાત્‌ કલ્પિતરૂપ સર્વ બ્રહ્માંડથી જુદો છે; જેમ કલ્પિત સર્પથી રજ્જુ જુદી છે અને WA, સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહમાં દ્રષ્ટારૂપથી; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં સાક્ષીરૂપથી; અન્નમયાદિક પંચકોશમાં પ્રકાશરૂપથી સશ્ચથિદાનંદરૂપ આત્મા વ્યાપક છે ને તે જ આત્મા અસદ્રૂપ દેહોથી તથા અવસ્થાઓથી તથા પંચકોશથી જુદો છે એમ (adseleell વિચાર કરતાં એક અદ્વિતીય સજાતીય વિજાતીય સ્વગતભેદરાહિત આત્માનો અનુભવ કરો.