91 આત્માની વ્યાપકતા

આત્માની વ્યાપકતા

ગુરુ : ભૂત-ભૌતિક જેટલા પદાર્થો છે, તે સર્વ પદાર્થોમાં ૧. અસ્તિ, 2. ભાતિ, ૩. પ્રિય, ૪. નામ અને પ રૂપ; એ પાંચ અંશ પ્રતીત થાય છે. તે તને સ્પષ્ટ રીતે જેમ સમજવામાં
આવે તે રીતે ઘટમાં એ પાંચ અંશનો અનુભવ કહું છું, તે સ્થિર ચિત્તથી ધારણ કર. જેમ ‘ઘટોડસ્તિ’ (ઘટ છે)’ એમ કહ્યાથી ઘટમાં અસ્તિતા (સત્તા) દેખાય છે; અને ‘ઝયં ઘસે anf (આ ઘટ ભાસે છે)’ કહેતાં ઘટ જણાય છે અને “વટ પ્રિયોડસ્તિ’ (ઘટ પ્રિય છે)’ એમ કહેવાથી ઘટમાં પ્રિયતા જણાય છે, અને ‘a2’ એવું નામ છે, મોઢું સાંકડું, પેટ મોટું એવું aed રૂપ છે એ પ્રમાણે પટ તથા પૃથ્વી, જળ, તેજ આદિ ભૂત-ભૌતિક સર્વ જગતમાં અસ્તિ, ભાતિ આદિ પાંચ અંશ જણાય છે. તેમાં પહેલા જે ત્રણ અંશ અસ્તિ, ભાતિ અને પ્રિય એ બ્રહ્મરૂપ છે. અને બાકી જે નામ ને રૂપ એ બે અંશ, તેને કલ્પિત જગતનું સ્વરૂપ જાણવું એટલે મિથ્યા રૂપ છે. તેમાં પહેલા ત્રણ અંશો અસ્તિ, ભાતિ અને પ્રિય, એ ઘટ-પટ આદિ સર્વ પદાર્થોમાં એક જ છે; અને નામ તથા રૂપ એ બે અંશ ઘટ-પટ આદિ સર્વ પદાર્થોમાં જુદા જુદા છે, એકનું નામ-રૂપ બીજાં પદાર્થમાં નથી. જેમ ઘટનું નામ અને રૂપપટ આદિ પદાર્થોમાં નથી, તેમજ પટ આદિનાં નામરૂપ ઘટ આદિ પદાર્થોમાં નથી. તેથી નામરૂપ સર્વ કલ્પિત છે; પણ અસ્તિ, ભાતિ અને પ્રિય ત્રણ અંશ સર્વે પદાર્થોમાં એક જ રીતે રહ્યા છે. એવો કોઈ પણ પદાર્થ બ્રહ્માંડમાં નથી, કે જેમાં એ ત્રણ અંશો હોતા નથી; તેથી અસ્તિ, ભાતિ અને પ્રિય રૂપથી બ્રહ્મનું સવત્મિપણું નિશ્ચય થાય છે. જેમ દેહની અંદર આત્માનો અનુભવ Ad, ચિત્‌ અને આનંદ રૂપથી થાય છે, તેમ જ સર્વ બ્રહ્માંડમાં અસ્તિ, ભાતિ અને પ્રિય રૂપથી બ્રહ્મનો અનુભવ સિદ્ધ થાય છે. અને અસ્તિ કહેતાં સત્‌, ભાતિ કહેતાં ચિત્‌, પ્રિય કહેતાં આનંદ, એ રીતે બ્રહ્મ-આત્માનો અભેદ પણ અનુભવથી જણાય છે; માટે સામાન્ય જ્ઞાનરૂપ તું આત્મા બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મરૂપ તારા આત્માના અજ્ઞાનથી નામ ને રૂપ એ બે અંશરૂપ જગત ભાસે છે તેથી કલ્પિત છે એમ જાણવું. શિષ્ય : હે મહારાજ ! જેમ સૂર્ય અંધકારનો વિરોધી છે, તેમ જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે; તે હેતુથી જ્યારે મારું સ્વરૂપ જ્ઞાનરૂપ છે, ત્યારે તે મારા સ્વરૂપમાં અજ્ઞાન કહેવું સંભવતું નથી, અને તમે તો કહ્યું કે, આત્માના અજ્ઞાનથી નામરૂપ કલ્પિત ભાસે છે એમ કહેવું કેમ સંભવે ?