77 આત્માની ભિન્ઞતા
આત્માની ભિન્ઞતા
એ મળીને તેત્રીસ તત્ત્વ જાણ
તું એનો દ્રષ્ટા છો સુજાણ;
તું એ દશ્ય તત્ત્વો નહિ હોઈ,
ભિન્ન ભિન્ન વિચારો જોઈ.
ટીકા : પહેલાં સૂક્ષ્મ દેહનાં અંતઃકરણ આદિ જે પચીસ તત્ત્વો કહ્યાં અને આઠ આ સ્વપ્નાવસ્થા આદિ જે તત્ત્વો કહ્યાં, તે સર્વ મળીને yer દેહનાં તેત્રીસ તત્વો છે એમ જાણ. અને
હે સુજાણ ! કહેતાં હે સુબુદ્ધિમાન ! એમનો (તેત્રીસ તત્ત્વોનો) તું આત્મા દ્રષ્ટા દ, એ દશ્ય તત્ત્વ તું નથી. એ સર્વને જુદાં જુદાં કરીને વિચારી જોઈશ, તો તું એ સઘળાં તત્ત્વોથી Ha જ્ઞાનરૂપ છે અને એ દશ્ય જડરૂપ છે. તે તત્ત્વો તું નથી, એવો તને સ્પષ્ટ અનુભવ થશે.પંદરમાં દુહામાં દષ્ટાંત આપીને સૂક્ષ્મ દેહથી આત્મા જુદો છે તે કહે છે :