150 આત્માની પ્રાપ્તિ
આત્માની પ્રાપ્તિ
પણ અવિદ્યાથી wu પેઠે ભાસે છે ને તેની પ્રાપ્તિ થવા માટે કેટલાક જિજ્ઞાસુ જપ, તપ, તીર્થાદિ અનેક સાધનોનું અનુષ્ઠાન પણ કરે છે; તો પણ તેની બહારથી પ્રાપ્તિ થતી નથી.
જ્યારે કોઈ અત્યંત દયાળુ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ પ્રત્યગાત્મારૂપે પરમાત્માનો ઉપદેશ કરે, ત્યારે વિધાર્થી અવિધાની નિવૃત્તિપૂર્વક marl પેઠે ભાસે છે; પણ પરમાત્માની પ્રાપ્તિ ન હતી ને પ્રાપ્તિ થઈ એમ નથી, સર્વદા પ્રાપ્ત જ છે. જેમ સ્વકંઠાભરણ (પોતાના ગળામાં પહેરવાનું આભૂષણ) કંઠમાં જ પ્રાપ્ત છે; પણ ભૂલથી અપ્રાપ્તની પેઠે ભાસે છે; તેની પ્રાપ્તિ થવા માટે બહાર શોધવા વગેરેનો પ્રયત્ન પણ કરે છે તોપણ બહારથી પ્રાપ્ત થતું નથી.