117 આત્માની અગોચરતા

આત્માની અગોચરતા

એ. રીતે અનુભવથી તથા શ્રુતિસ્મૃતિના પ્રમાણથી પણ આત્મા સ્વયંપ્રકાશ છે એમ નિશ્ચય થાય છે, “અને મન-વાણી rig? અર્થાત્‌ મન આદિ ચાર અંતઃકરણ અને વાણી આદિ
દશ ઇંદ્રિયો તેથી રહિત આત્માનું સ્વરૂપ છે; એટલે મનઈંદ્રેયોરૂપ આત્મા નથી. અથવા મન-તવાણી બિનરૂપ કહેતાં, મનવાણીથી અગોચર, આત્માનું સ્વરૂપ છે. આત્મામાં મન-તવાણીની પ્રવૃત્તિ થતી નથી. શિષ્ય : હે મહારાજ ! આત્મામાં મન-વાણીની પ્રવૃત્તિ થતી નથી તેનું કારણ શું ?આદિ શબ્દપ્રવૃત્તિનાં કારણોનો સંબંધ હોય છે, તેમાં જ વાણી પ્રવૃત્ત થાય છે. આત્મા અસંગ, અગુણ, અક્રિય છે; માટે એમાં જાતિ, ક્રિયા, ગુણ આદિનો સંબંધ નથી, તેથી તેમાં વાણી થા મન આદિ પ્રવૃત્ત થઈ શકતાં નથી; માટે “’મન-વાણી બિનરૂપ’ કહ્યું. એ રીતે બે દુહાથી નિષ્પ્રપંચ’ સ્વરૂપનું વર્ણન કર્યું ને હવે મહાવાક્યના અર્થનું નિરૂપણ કરવા માટે પ્રથમ એક દુહાથી લક્ષ્યસ્વરૂપમાં તદ્રૂપતાથી સ્થિતિ કરવાના પ્રકારને કહે જ.