149 આત્માનાં સ્વાભાવિક સ્વરૂપ

આત્માનાં સ્વાભાવિક સ્વરૂપ

aTST મુસ્તિમિત્છાસિ tare વિષવાન્‌ વિવવત્ત્તઞ |
ક્ષમાર્ઝવર્યાતોષસત્યં પીયૂષવદ્ર્ઝ ॥
ટીકા : હે જનક ! મુક્તિને જો તું ઇચ્છતો હો, તો શબ્દાદિ પાંચ વિષયોનો વિષની પેઠે ત્યાગ કર અને ક્ષમા, આર્જવ (સરળતા), દયા, સંતોષ અને સત્ય એ પાંચનું અમૃતની પેઠે
સેવન કર. દુહાના પૂર્વાર્ધમાં વિષયોનો ત્યાગ કરીને સાધુ મહાત્માનો સમાગમ કરવો એમ નિરૂપણ કર્યું ને હવે ઉત્તરાર્ધમાં મહાત્માના સમાગમથી જાણેલું જે આત્મસ્વરૂપ તેનું નિરૂપણ કરે છે. “પોતે સચ્ચિદાનંદ સદા ઇતિ’ પોતે (દેહ, ઇંદ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ આદિને પ્રકાશક જે પ્રત્યગાત્મા તે) સદા અર્થાત્‌ જાગ્રદાદિ ત્રણ અવસ્થા વિષે તથા ભૂતભવિષ્યાદિ wea કાળ વિષે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે ને વળી તે પ્રત્યગાત્મા જેમનો તેમ અર્થાત્‌ મનવાણીથી અગોચર, અપ્રમેય (પ્રત્યક્ષાદિ પ્રમાણોનો wana), સ્વતઃસિદ્ધ, સ્વયંપ્રકાશ જેવો છે, તેવો જ અભંગ (અખંડરૂપ) છે અને “પોતે સચ્ચિદાનંદ સદા’ એ પાદના ભાવાર્થથી એમ જણાય છે કે, સચ્ચિદાનંદરૂપ પરમાત્મા સર્વ મનુષ્યોને સ્વાત્મરૂપથી સર્વદા પ્રાપ્ત છે.