145 આત્મસાક્ષાત્કાર માટે શ્રવણાદિ સાધનો

આત્મસાક્ષાત્કાર માટે શ્રવણાદિ સાધનો

હવે ઉત્તમ અધિકારી આત્માનો સાક્ષાત્કાર કરવા માટે શ્રવણ-મનનાદિ જે મુખ્ય સાધનોનો યાજ્ઞવલ્ક્ય મુનિએ પોતાની સ્રી મૈત્રેયી પ્રત્યે ઉપદેશ કર્યો છે, છતાં તેન્સાધનોને ગુરુ જણાવે છે.

દુહો
શ્રવણ મનન નિદિધ્યાસ કરી,
કરીએ સાક્ષાત્કાર;
સચ્ચિદાનંદ પરબ્રહ્મ હું;
કહે છે વેદ પુકાર,
ટીકા : પ્રથમ વેદાંતશાસ્રનું શ્રવણ કરવું; એટલે બ્રહ્માત્મૈક્યના નિશ્ચયને કરાવનાર જે છ પ્રકારનાં, લિંગ (ગૂઢાર્થને જણાવનારાં લક્ષણો» થી સર્વ વેદાંતવાક્યોનો અદ્વિતીય બ્રહ્મમાં જે તાત્પર્યનો નિર્ણય તેનું નામ શ્રવણ.