137 આત્મરૂપ ચૈતન્યદેવ
આત્મરૂપ ચૈતન્યદેવ
ચોપાઈ
જેને તું કહે છે દેવ,
તે તું ચૈતન્ય સ્વયમેવ;
બીજો દેવ માને જે કોઈ,
એ જ બંધન તેને હોઈ.
ટીકા : હે શિષ્ય ! જેને તું દેવ ચૈતન્ય સ્વયંપ્રકાશ એમ કહે છે, તે દેવ તું ચૈતન્ય સ્વયમેવ (પોતે જ) છે અને તે ચૈતન્યરૂપ સ્વયંપ્ર:’શ દેવ સર્વ પ્રાણીમાત્રમાં એક જ આત્મારૂપ છે; માટે ચૈતન્યરૂપ દેવ આત્મા હું છું એમ જાણવું અને અજ્ઞાનથી ચૈતન્યરૂપ આત્મદેવને ભૂલી “હું દેહ છું’ એમ માની તે ચૈતન્યરૂપ દેવ મારાથી બીજો ભિન્ન છે એમ જે કોઈ માને છે, તે ભેદ માનનાર અજ્ઞાનીને આ ભેદ માનવો એ જ બંધનનો હેતુ થાય છે.
આત્મરૂપ ચૈતન્યદેવ શ્રુતિમાં પણ કહ્યું છે કે, “જે પુરુષ હું અન્ય છું અને દેવતા મારાથી ભિન્ન છે, એમ જાણીને અન્ય દેવતાની ઉપાસના કરે છે, તે પુરુષ અદ્વિતીય બ્રહ્મતત્ત્વતે જાણતો નથી; માટે તે પુરુષ દેવોના પશુ તુલ્ય છે.’ જેમ પશુ ગાડીએ જોડવા, ખેતર ખેડવા તથા ભાર તાણવા ઇત્યાદિ કામમાં આવે છે, તેમ મનુપ્યરૂપી પશુ યજ્ઞાદિથી દેવતાઓને ભાગ આપે છે, તે દ્વારા દેવતાઓને તે પુરુષ કામમાં આવે છે; તેથી તેને દેવોનો પશુ કહ્યો અને બીજી શ્વુતિમાં પણ કહ્યું છે કે, “જે પુરુષ raider વિષે ભેદબુદ્ધિ કરે છે, તે પુરુષ વારંવાર મૃત્યુને WH થાય છે.’ મો ભેદબુદ્ધિ મૂકીને દેવ એક છે ને સર્વના મનનો સાક્ષી છે એમ ગુરુશાસ્માં ઉપદેશથી જાણીને અભેદબુદ્ધિ કરવી. સ્મૃતિમાં પણ ગુરુશિષ્યના સંવાદથી સર્વના મનનો સાક્ષી દેવ એક જ છે એમ કહ્યું છે :
ગનુષ્ટુપ્
al રેવો at મન: સાક્ષી મનો મે eva મથા |
તિ રેવસ્ત્વમેવાડસિ wat રેવ sft sya: ॥
ટીકા : કોઈ ઉત્તમ અધિકારી મુમુક્ષુએ વેદવાક્યથી એમ શ્રવણ કર્યું કે, “દેવને જાણવાથી સર્વ પાશ (બંધન)ની નિવૃત્તિ થાય છે.’ તે સાંભળી મનમાં વિચાર થયો કે તે દેવને હું કેમ
જાણું, મને તે દેવનો કોણ અનુભવ કરાવે ? એવો વિચાર કરીને કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને પ્રશ્ન પૂછ્યો કે, “જો રેવ’ અર્થાત્ દેવ કોણ છે ? ત્યારે ગુરુએ ઉત્તર દીધો : “યો મનઃસાક્ષી’ અથાત્ જે મનનો સાક્ષી (મનને જાણનાર) તે જ દેવ. એમ ગુરુના કહેવા ઉપર શિષ્યે વિચાર કર્યો કે, મારા મનને કોણ જાણતું હશે વારુ ? ઇંદ્રાદિક દેવતા જાણતા હશે અથવા કોઈ બીજો જાણનાર હશે ? એવો મનમાં વિચાર કરતાં કાંઈ નિશ્ચય થયો નહિ તેથી કોઈ બુદ્ધિમાન પુરુષ પાસે જઈ પૂછયું કે “હે જ્ઞાનવાન કૃપાળુ ! મારા મનને કોણ જાણતું હશે ?’ ત્યારે તે પુરુષે કહ્યું કે, “તારા મનને તું જાણે; બીજો કોણ જાણે ?’ એમ સાંભળીને તેના મનમાં એવું થયું કે, આ કાંઈ યથાર્થ ઉત્તર દેતો નથી, તે માટે બીજા પુરુષને પૂછું. એવો વિચાર કરીને બીજા પુરુષ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “હે દયાળુ ! મારા મનનો સાક્ષી (જાણનાર) કોણ હશે ?’ ત્યારે તે પુરુષ પણ તેજ રીતે કહેવા લાગ્યો કે, “તારા મનને તું જાણે.’ એમ બે-ચાર જણાંનું એક જ રીતે બોલવું સાંભળીને તેઓના વાક્યમાં વિશ્વાસ રાખીને એકાંતમાં બેસીને તે વિચાર કરવા લાગ્યો કે, હું મનનો સાક્ષી (જાણવાવાળો) છું કે નહિ.’ તે વિચાર કરતાં એવું જાણ્યું કેમનનો ધર્મ સંકલ્પ-વિકલ્પ કરવો, તથા સુખ-દુઃખ ભોગવવું એ છે અને બહારના પદાર્થોમાં ગગનાગમન (જવું-આવવું) છે. તેવા મનના ધર્મોને જાણનારો સાક્ષી હું છું; કેમ કે જેમ કોઈ એક પુરુષ બીજા કોઈ પુરુષ પાસે વાત કરતો હોય તે વખતે જો સાંભળનાર પુરુષનું મન બીજા બહારના વિચારમાં લાગ્યું હોય, તો તે વાત સાંભળી શકતો નથી અને જ્યારે વાત કરનારે પણ વાત સાંભળનારનું મન સ્થિર નથી એમ ભાસે છે, ત્યારે વાત કરનારો પૂછે છે કે, હે ભાઈ ! મેં કહ્યું તે તેં સાંભળ્યું ? ત્યારે તે સાંભળનાર પુરુષ કહે છે કે, ના મારું મન હમણાં સુધી બહાર ગયું હતું, તેથી સાંભળ્યું નહિ ને હવે મનને ઠેકાણે છે તેથી જે કહેશો તે સાંભળીશ.