23 આત્મજ્ઞાનથી જન્મમરણની નિવૃત્તિ

આત્મજ્ઞાનથી જન્મમરણની નિવૃત્તિ

એ રીતે અનેક શ્રુતિઓમાં પણ કહ્યું છે કે, “જ્ઞાનથી જ મોક્ષ થાય છે,’ “તે આત્માને જાણીને જ મૃત્યુથી પાર થઈને મોક્ષ  થાય છે,’ ને “જ્ઞાન વિના બીજો કોઈપણ માર્ગ મોક્ષ આપનારો નથી.’ તે જ રીતે સ્મૃતિમાં પણ કહ્યું છે કે, “આત્મજ્ઞાન વિના કેવળ જપ, તપ, કર્માદિકથી મોક્ષ થતો નથી; કારણ કે તે સાધનો માત્ર અંતઃકરણશુદ્ધેનાં હેતુ છે, પણ મોક્ષનું કારણ તો કેવળ જ્ઞાન જ છે.’ જેમ રસોઈ કરવી હોય તો લાકડાં, વાસણ, અનાજ આદિ સાધનો છે, પણ અગ્નિ વિના રસોઈ સિદ્ધ થતી નથી; તેમ જ્ઞાન વિના મોથ થતો નથી; માટે તારા સ્વરૂપને તું ઓળખ. એ રીતે ચોપાઈના પૂર્વાર્ધમાં જ્ઞાનથી જ જન્મમરણાદિ દુઃખો નાશ પામે છે એમ કહ્યું છે, તે શ્રુતિસ્મૃતિના પ્રમાણથી પ્રસિદ્ધ છે એમ નિરૂપણ કરી, હવે ઉત્તરાર્ધમાં તે જ્ઞાન થવા સારુ તથા જન્માદિ દુઃખોના કારણરૂપ પાપાદિ કર્મોની નિવૃત્તિ થવા સારુ, બ્રહ્મનિષ્ઠ સદગુરુના સદુપદેશમાં વિશ્વાસ રાખવો તેનું નિરૂપણ કરે છે : ‘તારા જન્મમરણનો કાગળ ફાટે,’ ઈતિ અને જો તું સદગુરુના ઉપદેશના વચનમાં વિશ્વાસ (શ્રદ્ધા) રાખીશ, તો તારા જન્મમરણનો જે કાગળ છે તે ફાટી જશે.