52 આઠ તત્ત્વોનું વર્ણન
આઠ તત્ત્વોનું વર્ણન
ચોપાઈ
ગુરુઃ જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન,
વૈખરી વાચા સ્થૂલ ભોગ જાન;
ક્રિયાશક્તિ રજોગુણ માન,
આકારમાત્રા વિશ્વ અભિમાન.
ટીકા : જાગ્રત અવસ્થા એટલે જાગીએ છીએ તે અને ઇંદ્રેયોથી શબ્દાદિ વિષયોનું પ્રસિદ્ધ જે જ્ઞાન થાય છે, તે જાગ્રત Ny અવસ્થા કહેવાય છે. એ શાસ્તમાં પ્રસિદ્ધ છે. અને તે જાગ્રત અવસ્થાનો વ્યવહાર બેતાળીશ તત્ત્વોથી થાય છે. તે we તત્ત્વોનાં નામો નીચેના કોષ્ટક પ્રમાણે જાણવાં : પાંચ જ્ઞાનેન્દ્રિયોનાં| તેમનાં વિષયોનાં | દેવતાઓનાં નામ નામ નામ
શ્રોત્ર શબ્દ દિશા ત્વચા સ્પર્શ વાયુ ચક્ષુ રૂપ સૂર્ય જિહ્વા Ww વરુણ BLL ગંધ આશ્ચિનીકુમાર પાંચ કર્મેદ્રિયોનાં | તેમનાં વિષયોનાં દેવતાઓનાં નામ નામ નામ
વાક્ વચન અગ્નિ
પાણિ આદાન ઇંદ્ર
પાદ ગમન ઉપેદ્ર
શિશ્ન આનંદ પ્રજાપતિ
ગુદા વિસર્ગ મૃત્યુ
ચાર અંતઃકરણોનાં| તેમનાં વિષયોનાં | દેવતાઓનાં
નામ તામ નામ
મન સંકલ્પ ચંદ્રમા
બુદ્ધિ નિશ્ચય બ્રહ્મા
ચિત્ત ચિંતન નારાયણ ઉપર કહેલાં બેતાળીશ તત્ત્વોમાંથી જો એક તત્ત્વ ઓછું હોય, તો તેટલો વ્યવહાર જાગ્રતમાં ઓછો થાય છે. તે જાગ્રત અવસ્થામાં, જાગી ઊઠ્યાથી તે શયન પર્યત જે કાંઈ વ્યવહાર થાય છે તે સર્વનો હું જાણવાવાળો સાક્ષી છું, એમ જાણવું. જાગ્રત અવસ્થાનું નેત્ર સ્થાન છે; કેમ કે વિશેષ કરીને જાગ્રત અવસ્થાનો વ્યવહાર નેત્રથી થાય છે. જાગ્રત અવસ્થામાં વૈખરી વાચા છે. ૧. કંઠ, ૨. ld, 3. જિહ્વામૂલ, ૪. દાંત, ૫. ઓછ (હોઠ), ૬. નાસિકા, 9. ઉર (છાતી), ૮. શિર (માથું), એ આઠ સ્થાનકથી પ્રસિદ્ધ રીતે જે સર્વ મનુષ્ય બોલે છે તેનું નામ વૈખરી વાચા અને સ્થૂળ ભોગ એટલે પ્રકટ સુખ-દુઃખાદિ જે ભોગ થાય છે તે. ક્રિયાશક્તિ એટલે શરીરનો ક્રિયારૂપ જે વ્યવહાર થાય છે તે. રજોગુણ એટલે અભિમાનથી રાગ-દ્રેષ આદિથી જે રાજસી યા થાય છે તે. અકાર અક્ષર એ જ માત્ર અને વિશ્વ અભિમાન કહેતાં જાગ્રત અવસ્થામાં બુદ્ધિમાં આત્માનો જે આભાસ (હુંકર્તાભોક્તા એ રીતે અભિમાન કરનારો જીવ) તે. એ સર્વ તત્ત્વો તું જાણે છે, માટે તે તું નહિ, એ સઘળાં જાગ્રત અવસ્થાનાં સંબંધી છે તેથી તારા નહિ, તું એનો દ્રષ્ટા-સાક્ષી છે.