74 આઠમી પ્રક્રિયા
આઠમી પ્રક્રિયા
શિષ્ય : સૂક્ષ્મ દેહમાં જે આ પચીસ તત્ત્વો તમે કહ્યાં તેટલાં જ છે કે તેથી વધારે છે કે ઓછાં છે તે કહો. ગુરુ : વેદાંતશાસ્તમાં ઘણે ઠેકાણે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેદ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ મળીને સત્તર તત્ત્વોનો સૂક્ષ્મ દેહ કહ્યો છે. કોઈ ઠેકાણે મન અને બુદ્ધિ એકઠાં કહ્યાથી સોળ તત્ત્વો કહ્યાં છે. કોઈ ઠેકાણે ઉપલાં સત્તર તત્ત્વો અને ચિત્ત તથા અહંકાર એ બે વધારે કહીને ઓગણીસ તત્ત્વો કહ્યાં છે અને કોઈ ઠેકાણે અષ્ટપુરીમાં સત્તાવીસ તત્ત્વોના સૂક્ષ્મ દેહનું વર્ણન કર્યું છે. શિષ્ય : અષ્ટપુરીમાં સત્તાવીસ તત્ત્વોનો સૂક્ષ્મ દેહ તમે
કહ્યો, પણ તે અષ્ટરપુરી કોને કહેવાય તે કહો. ગુરુ : પાંચ જ્ઞાનેદ્રિયનું એક પુર, પાંચ કર્મેદ્રિયનું બીજું પુર, ચાર અંતઃકરણનું ત્રીજું પુર, પાંચ પ્રાણનું ચોથું પુરુ, પાંચમહાભૂતનું પાંચમું પુર, અવિધા 98 પુર, કામ સાતમું પુર અને કર્મ એ આઠમું પુર છે. એ આઠ પુર મળીને સત્તાવીસ તત્ત્વો થાય છે. તે સર્વ તત્ત્વોનો તું દ્રષ્ટા છે ને તે તત્ત્વો દશ્ય, જડ,વિકારી અને અનાત્મા છે. શિષ્ય : હે મહારાજ ! એ રીતે જુદાં જુદાં તત્ત્વોનું નિરૂપણ કર્યું છે, ત્યારે મારે કેટલાં માનવાં ? વળી દેહ એક ને તેનાં તત્ત્વોની ગણતરી જુદી જુદી કહી તેનું કારણ શું ? ગુરુ : હે ભાઈ ! તને જે પ્રક્રિયાથી આત્મા અસંગ, અજર, અમર, અક્રિય, સચ્ચયિદાનંદસ્વરૂપ સમજવામાં આવે, તે સર્વ પ્રક્રિયા માનવી. કોઈ ઠેકાણે કાર્ય-કારણની એક્તાથી થોડાં તત્ત્વો કહ્યાં છે અને કોઈ જગ્યા પર કાર્ય તથા કારણને જુદાં જુદાં વર્ણન કરી વધારે તત્ત્વો કહ્યાં છે; પણ તે બધાં તત્ત્વો દશ્ય, અનાત્મા, પરિણામી અને જડ છે; તેથી તેનો ત્યાગ કરવો ને તેનાથી જુદો જે આત્મા તે દ્રષ્ટા પરિણામરહેત ચૈતન્યરૂપ છે, તેનો અપરોક્ષ રીતે દઢ નિશ્ચય કરવો.